Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો ! કોરોના બાદ આજે ફરી 800 પોઈન્ટ તૂટ્યું નિફ્ટી
સેન્સેક્સ-નિફ્ટી 5%થી વધુના ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 2572.29 પોઈન્ટ્સ અથવા 3.41 ટકાના ઘટાડા સાથે 72,792.40 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 1,010.95 પોઈન્ટ અથવા 4.41 ટકાના ઘટાડા સાથે 21,893.50 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકન રિસિપ્રોકલ ટેરિફને લઈને વિશ્વભરના શેરબજારોમાં ખળભળાટ મચી ગયો છે. તેની અસર ભારત પર પણ પડી છે અને ચારેબાજુ વેચવાલીનું વાતાવરણ છે. સેક્ટર મુજબની વાત કરીએ તો દરેક સેક્ટરનો નિફ્ટી ઈન્ડેક્સ લાલ છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે. એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 19.39 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 19.39 લાખ કરોડનો ઘટાડો થયો છે.

સેન્સેક્સ-નિફ્ટી 5%થી વધુના ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 2572.29 પોઈન્ટ્સ અથવા 3.41 ટકાના ઘટાડા સાથે 72,792.40 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 1,010.95 પોઈન્ટ અથવા 4.41 ટકાના ઘટાડા સાથે 21,893.50 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE સેન્સેક્સ હાલમાં 3379.19 પોઈન્ટ્સ અથવા 4.48%ના ભારે ઘટાડા સાથે 72633.63 પર છે અને નિફ્ટી 50 1056.05 પોઈન્ટ્સ અથવા 4.61%ના ઘટાડા સાથે 21848.40 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 930.67 પોઈન્ટ એટલે કે 1.22% ઘટીને 75364.69 પર જ્યારે નિફ્ટી 50 પણ 1.49% એટલે કે 345.65 પોઈન્ટના ઘટાડા સાથે 22904.45 પર બંધ થયો હતો.

છેલ્લી વખત માત્ર એક જ દિવસમાં 800 થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો કોરોના સમયગાળા દરમિયાન 12 માર્ચ, 2020 ના રોજ થયો હતો.

તે પછી, 4 જૂન, 2024 ના રોજ, ચૂંટણી પરિણામોના દિવસે, એક હજારથી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. તે બાદ આજે એકવાર ફરી તેટલો મોટો ઘટાડો ભારતીય શેરબજારમાં જોવા મળ્યો છે, મોટાભાગના શેરના ભાવ આજે તૂટ્યા છે

ત્યારે હવે Open=Low સેમ થઈ ગયા છે જેનો અર્થ છે કે બજાર આજે આ સ્તરથી નીચે નહીં આવે.
બિઝનેસને અને ટેરિફને લગતા તમામ સમાચારો વાંચવા માટે આપેલી અહી આપેલી લિંક પર ક્લિક કરો અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસ શેરબજાર

































































