Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરદાર પટેલની લીટી ટુંકી કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે- શક્તિસિંહ

સરદાર પટેલની લીટી ટુંકી કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે- શક્તિસિંહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2025 | 7:53 PM

શક્તિસિહે આક્ષેપ કર્યો છે કે, સરદાર પટેલની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરનારને અધિવેશનથી સંદેશ આપીશું. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે. આજે કરમસદનુ નામ ભૂંસીને આણંદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ગુજરાતના અમદાવાદમાં આવતીકાલ 8 એપ્રિલથી બે દિવસ માટે અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશન અમદાવાદમાં કેમ યોજાઈ રહ્યું છે. તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિહ ગોહિલે કહ્યું કે, સત્તા પર રહેનાર લોકોએ વધારે નમવું જોઈએ એ પરંપરા ગુજરાતની હતી. અધિવેશનથી ગુજરાતની પરંપરાનું પુનઃ સ્થાપન થાય એવા પ્રયત્ન રહેશે.

શક્તિસિહે આક્ષેપ કર્યો છે કે, સરદાર પટેલની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરનારને અધિવેશનથી સંદેશ આપીશું. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે. આજે કરમસદનુ નામ ભૂંસીને આણંદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરદાર પટેલની 150 મી જન્મજયંતી વર્ષમાં આ સંમેલન ગુજરાતમાં મળી રહ્યું છે. CWC સરદાર સ્મારકમાં મળશે, જ્યાં સરદાર પટેલે ઉપયોગમાં લીધેલ સૌથી વધુ વસ્તુઓ ત્યાં સંગ્રહીત છે. કોંગ્રેસ સરકારે સરદાર સ્મારક માટે 17 કરોડ અને કરમસદ માટે 3 કરોડ આપ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">