જામનગરમાં અનોખી ચોરી ! પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર, ઘટના CCTVમાં કેદ
જામનગર શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં ચોરીની એક અદ્દભૂત ઘટના સામે આવી છે, જેને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના બનાવોમાં સોના-ચાંદી, રોકડ રકમ, વાહન કે મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, પરંતુ અહીં તો કંઈક જુદું જ જોવા મળ્યું છે.
જામનગર શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં ચોરીની એક અદ્દભૂત ઘટના સામે આવી છે, જેને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના બનાવોમાં સોના-ચાંદી, રોકડ રકમ, વાહન કે મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, પરંતુ અહીં તો કંઈક જુદું જ જોવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તંબોલી માર્કેટ પાછળ તથા ખાંડ બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોની બહાર પક્ષીઓ માટે રાખવામાં આવતા પાણીના કુંડા અને ચણની ચોરી થઈ છે. લોકો જેણે પક્ષીઓ માટે ખાદ્ય અને પાણીની વ્યવસ્થા કરી હતી, હવે તેઓ પોતે ચોરોની હરકતોથી ડઘાઇ ગયા છે.
આ ચોરીના કેટલાક દ્રશ્યો નજીકમાં આવેલી દુકાનોના CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં એક્ટિવા પર આવેલો એક શખ્સ જાહેરમાં રાખેલા પાણીના કુંડા અને છાબડી લઈને જતા નજરે પડે છે. સ્થાનિકોએ આ બનાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “આજે માનવતાની ચોરી થઈ છે. જે વસ્તુઓ નિર્દોષ પક્ષીઓ માટે હતી, તેની ચોરી માનવીના સભ્યતાનું દુઃખદ ચિત્ર રજૂ કરે છે.”
દુકાનદારોનું કહેવું છે કે આવા કુંડા અને ચણ નિયમિતપણે તેમને દ્વારા રાખવામાં આવતાં હતાં, ખાસ કરીને ઉનાળાની કડક તાપીમાં પક્ષીઓને રાહત મળે તે માટે. હાલ, પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. સામાન્ય ચોરીથી અલગ, આ ઘટના માનવતા અને સંવેદનાને અસર કરતી હોવાને કારણે શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
