Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, કાર બળીને ખાખ, 4 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ડફનાળા પાસે અકસ્માત સર્જાયો છે. એરપોર્ટ તરફથી આવતી કારને અકસ્માત નડ્યો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ડફનાળા પાસે અકસ્માત સર્જાયો છે. એરપોર્ટ તરફથી આવતી કારને અકસ્માત નડ્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ રોડ પર ઉભેલી રિક્ષાને ટકરાઈ હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે. કાર પલટી મારી જતા એન્જિન પણ બહાર આવી ગયું હતુ. તેમજ કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી.
નશામાંધૂત કારચાલકે 3 વાહનને લીધા અડફેટે
બીજી તરફ આ અગાઉ વડોદરાના વડસર GIDC બ્રિજ પર બેફામ કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા. કારચાલકે એક્ટિવા,બાઈક તેમજ અન્ય કારને પણ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે નાસવાનો પ્રયાસ કર્યો છે. નાસતી વખતે કારચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું. એક્ટિવા સવાર દંપતીને ટક્કર માર્યા બાદ અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો છે. રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ કારચાલકને ઝડપ્યો હતો. કારચાલક નશામાં ધૂત હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતુ. માંજલપુર પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !

એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
