Travel Tips : વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિન્દુ કેલેન્ડર અનુસાર હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. 2025માં આ તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. તો આજે આપણે ટ્રાવેલ ટીપ્સમાં હનુમાનના દીકરાનું મંદિર જે વિશ્વમાં એક માત્ર ગુજરાતમાં આવેલું છે, તેના વિશે વાત કરીશું. તેમજ આજે દાંડી હનુમાન કેવી રીતે પહોંચશો. તેના વિશે જાણો.

હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપણે તેમના દીકરાનું મંદિર ક્યાં આવેલું છે તેના વિશે વાત કરીશું.

વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં હનુમાન અને તેના દીકરા મકરધ્વજનું મંદિર આવેલું છે. આ મંદિર હનુમાન અને મકરધ્વજ બિરાજમાન છે તેને ‘દાંડી હનુમાન’ કહેવામાં આવે છે,આ મંદિર ભાવિકોની આસ્થાનું મંદિર છે.

હિંદુ પૌરાણિક કથા અનુસાર મકરધ્વજ હનુમાનનો પુત્ર છે. મકરધ્વજનું મંદિર બેટ દ્વારકામાં આવેલુ છે. જેમાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિ એક સાથે છે.તો ચાલો જાણીએ દાંડી હનુમાન મંદિરે કેવી રીતે પહોંચવું.

લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા હનુમાન સમુદ્રમાં પુંછડી બોળવા ગયા. તે સમયે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું. તેમાંથી મકર ધ્વજનો જન્મ થયો હતો.

ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે. જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે, અહીં હનુમાનજી પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે.

જામનગર એરપોર્ટથી બસ,પ્રાઈવેટ કાર દ્વારા ઓખા પહોંચવું. ત્યાંથી બેટ દ્વારકા સુધી પહોંચી શકાય છે.

ઓખા રેલ્વે સ્ટેશન પહોંચીને બેટ દ્વારકામાં પહોંચી શકાય છે. તમે જામનગરથી એસટી બસ કે પ્રાઈવેટ બસ દ્વારા પર દ્વારકા પહોંચી ત્યાંથી બેટ દ્વારકા જઈ શકો છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































