Gold Price Prediction: સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર ! આટલો ઘટી જશે સોનાનો ભાવ, ચાંદીમાં પણ થશે ઘટાડો
સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ. 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં તેની કિંમત 3,100 ડોલરથી વધુ છે.

જ્યાં એક તરફ શેરબજારમાં પારસ્પરિક ટેરિફના કારણે ઉથલપાથલ છે, તો બીજી તરફ સોનામાં રોકાણ સુરક્ષિત તક જણાય છે. આ દરમિયાન, આજે 7 એપ્રિલ, 2025ના રોજ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ રોકાણકારોને આનો ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ગ્રાહકો પર દબાણ વધ્યું છે. અમેરિકામાં મોર્નિંગસ્ટારના એક વિશ્લેષકે આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં 38 ટકા સુધીનો ઘટાડો થવાની આગાહી કરી છે. ત્યારે હવે માર્કેટની સ્થિતિને જોતા હવે જલદી સોનાના ભાવમાં ઘટાડો આવશે .

આજે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ. 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં તેની કિંમત 3,100 ડોલરથી વધુ છે. લગભગ 40 ટકાના સંભવિત ઘટાડા સાથે, આવનારા સમયમાં ભારતીય બજારોમાં તેની કિંમત 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

જોકે ચાર્ટને જોતા સોનામાં ઘટાડો રૂ.10 હજાર સુધી પહોંચી શકે છે એટલેકે સોનું 79,900 એ ઝલદી આવી શકે છે, હાલ ચાર્ટ મુજબ Sellનો સિગ્નલ લાગી ગયો છે. ચાર્ટ મુજબ Buy સિગ્નલ હજુ સુધી આવ્યું નથી. મતલબ કે આજે સોનામાં જોવા મળેલી ખરીદી એક ટ્રેપ બની શકે છે.

સોનું આજે ઉપર છે કારણ કે બજાર ઘટી રહ્યું છે પરંતુ આ એક ટ્રેપ છે. આગામી દિવસોમાં સોનામાં રૂ. 10,000નો વધુ ઘટાડો થઈ શકે છે.

એ જ રીતે ચાંદીમાં પણ આજનો વધારો એક છટકું છે. આગામી દિવસોમાં ચાંદી 79 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં જ તે 1 લાખ 2 હજારથી ઘટીને 86 હજારની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે. આ સાથએ અમેરિકાની નીતિઓ, ડૉલરની વધઘટ અને વધતી મોંઘવારીને કારણે પણ સોનાની માંગ વધી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત વધુ વધી રહી છે. આ કારણે સોનું હવે તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































