કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, અદાણીગ્રુપના શેર ધોવાયા
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Share Market Opening 7th April, 2025: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીના અમલ બાદ વિશ્વભરના શેરબજારોમાં અરાજકતાનો માહોલ છે. ભારતીય શેરબજાર પણ હવે સંપૂર્ણપણે તેનો શિકાર બની ગયું છે. સોમવાર, 7 એપ્રિલે ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો હતો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકન શેરબજારમાં ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો છે.(નિફ્ટીએ તેનું બોટમ સેટ કર્યું નથી. તે આગામી એક-બે દિવસમાં તળિયે પહોંચશે, જેનો અર્થ છે કે આ શેર હજુ થોડા વધુ ઘટવાના છે. તમામ ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે નિફ્ટી આ અઠવાડિયે તળિયે પહોંચવાનું નિશ્ચિત છે.)

અદાણી એન્ટરપ્રાઇસ- તમને જણાવી દઇએ કે આ ઘટતા વલણની અસર અદાણી ગ્રુપ પર પણ પડી હતી. અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે અદાણી એન્ટરપ્રાઇસના શેર -521 ટકાના ઘટાડા સાથે Rs 2,2113 ટ્રેડ થઇ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા શેરના ભાવ 3224.55 હતા.એક વર્ષમાં ભાવમાં અંદાજે 31 ટકાનો ઘટાડો નોંધાયો છે.

NDTV- અદાણીગ્રુપની કંપની એનડીટીવી પર પણ માર્કેટની અસર જોવા મળી છે ,આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે તેના ભાવ-6.91 ઘટાડા સાથે ₹110.98 પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કંપનીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Adani Power Ltd- અદાણીગ્રુપની કંપની અદાણી પાવર -36.95 પોઇન્ટના ઘટાજા સાથે ₹495.60 પર ટ્રેડ થઇ રહ્યા છે.કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 18 ટકા ઉપર એટલે કે લગભગ 114.85 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Adani Green Energy Ltd- અદાણીગ્રુપની કંપની અદાણી ગ્રીનના શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 5.16% ના ઘટાડા સાથે શેર ₹876.10 ટ્રેડ થઇ રહ્યા છે .ઉલ્લેખનીય છે કે 54.25% ટકા એટલે કે -1,041.10 નો ઘટાડો નોંધાયો છે.

Adani Ports and Special Economic Zone Ld- અદાણીગ્રુપની કંપની અદાણી ગ્રીનના શેરમાં આજે 3.10% ના ઘટાડા સાથે ₹1,112.70 પર ટ્રેડ થઇ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 17.58 ટકા એટલે કે 237.65 રુપિયાનો ઘટાડો નોંઘાયો હતો.

ACC Ltd- અદાણીગ્રુપની કંપની ACC Ltd માં 2.23 ટકાનો ઘટાડો નોંધાયો છે . આ સાથે ભાવ -43.30 ઘટાડો નોંધાયો છે. શેર 25.73 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Ambuja Cements Ltd-અદાણીગ્રુપની કંપની અંબુજા સીમેન્ટમાં ₹523.30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં 17.23%
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































