શેરબજારમાં કોહરામ વચ્ચે Tata Groupના શેર ધડામ ! આજે 10થી15% સુધી ઘટ્યા
આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ જેવા શેરોનો સમાવેશ થાય છે. આ ત્રણ શેરો નિફ્ટી 50 ઇન્ડેક્સના ટોપ-3 લુઝર છે.

ભારતીય શેરબજારમાં 7મી એપ્રિલે જોરદાર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારોમાંથી ભારે ઘટાડાનાં સંકેતો અને ટ્રમ્પની ટેરિફની જાહેરાતને કારણે આજે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં 7મી એપ્રિલે જ ટ્રેડિંગ સેશનના ઓપનિંગ સેશનમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે ટાટાના ત્રણ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે

આજે સેન્સેક્સ 3000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 3 ટકાના જંગી ઘટાડા સાથે ખુલ્યો હતો. એટલું જ નહીં આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ જેવા શેરોનો સમાવેશ થાય છે. આ ત્રણ શેરો નિફ્ટી 50 ઇન્ડેક્સના ટોપ-3 લુઝર છે.

ટાટા ગ્રુપના ઓટો સ્ટોક Tata Motorsમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઓપનિંગ દરમિયાન ટાટા મોટર્સ લગભગ 9 ટકાના ઘટાડા સાથે 559 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. ટાટા મોટર્સના શેરમાં એક વર્ષમાં 44 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય બાદ ટાટા મોટર્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સની સબસિડિયરી કંપની JLR એટલે કે જગુઆર લેન્ડ રોવરે હાલ અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાની જાહેરાત બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. 25 ટકા ટેરિફ લાદ્યા પછી, કંપનીએ પરિસ્થિતિનું વિશ્લેષણ કરતી વખતે, એપ્રિલ મહિના માટે અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ સોમવારના ટ્રેડિંગ સેશનમાં ટાટા મોટર્સના શેરમાં ઘટાડો થાય તે અનિવાર્ય હતું અને આવું જ થયું.

ટાટા મોટર્સ ઉપરાંત Tata Steelમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે. ટાટા સ્ટીલનો શેર ઓપનિંગ દરમિયાન લગભગ 9 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. સવારે 10.00 વાગ્યાની આસપાસ આ સ્ટૉકમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન મેટલ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા. ટાટા સ્ટીલમાં પણ 1 વર્ષમાં 23.68%નો ઘટાડો જોવા મળ્યો છે.

ટાટા ગ્રુપની કંપની ટાટા ટ્રેન્ટના સ્ટોકમાં પણ આજે 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે આજે આ શેર 1000 રુપિયા ડાઉન ગયો છે અને હાલ સમાચાર લખતા સુધી 4,580 પર ટ્રેડ થઈ રહ્યો છે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































