Tech Tips: AC નજીક ક્યાંક તમે તો નથી લગાવ્યુંને Smart TV? થઈ શકે છે આટલા નુકસાન
જો તમારા ઘરમાં પણ AC લગાવેલ છે તો કેટલીક બાબતો પર ચોક્કસ ધ્યાન આપો. બહુ ઓછા લોકો જાણતા હશે કે ACની નજીક કોઈ ઈલેક્ટ્રોનિક કે એપ્લાયન્સ કે જે ગરમી ઉત્પન્ન કરે છે તે ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં.


ઉનાળામાં ગરમી એટલી હોય છે કે લોકોને એવુ થાય છે કે ઠંડી હવામાં જ બેસી રહીએ. મોટા શહેરોમાં હવે લગભગ દરેકના ઘરમાં એસી લગાવેલ છે. પરંતુ જો AC સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઠંડક તો ઓછી થાય છે, પરંતુ એર કંડિશનરમાં ખરાબી થવાનો પણ ખતરો રહે છે.

AC યોગ્ય રીતે કાર્ય કરે તે માટે તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તો જો તમારા ઘરમાં પણ AC લગાવેલ છે તો કેટલીક બાબતો પર ચોક્કસ ધ્યાન આપો. બહુ ઓછા લોકો જાણતા હશે કે ACની નજીક કોઈ ઈલેક્ટ્રોનિક કે એપ્લાયન્સ કે જે ગરમી ઉત્પન્ન કરે છે તે ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. એલઇડી ટીવી, AC ની નજીક કમ્પ્યુટર જેવા કોઈપણ ગરમી ઉત્પન્ન કરતા અને પાવર કન્વર્ટિંગ સાધનો ઇન્સ્ટોલ કરશો નહીં.

AC ની નજીકમાં ટીવી જેવા ઉપકરણોની હાજરીને કારણે એર કંડિશનર સિસ્ટમની કામગીરી બગડી શકે છે. આ સાથે, તે યુનિટના ઇન્ડોર અને આઉટડોર બંને પર ખરાબ અસર કરી શકે છે. આ સિવાય જો બારી કે બહારના દરવાજા ખુલ્લા હોય તો એર કંડિશનર ન ચલાવવું જોઈએ.

વરસાદની સિઝનમાં બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એસી ફિલ્ટરને ઓછામાં ઓછા બે અઠવાડિયામાં એકવાર સાફ કરવું જોઈએ. જો તમે આમ નહીં કરો તો તમારા ફિલ્ટર પર ધૂળનો જાડો પડ જામી જશે.

આને કારણે તે સેટ તાપમાન સુધી પહોંચી શકશે નહીં, અને કોમ્પ્રેસર પર ઘણો ભાર પડશે. આ સાથે એ પણ જાણી લો કે જો કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડશે અને તે સેટ તાપમાન સુધી પહોંચી શકશે નહીં, તો તમારું મીટર પણ ઝડપથી ચાલશે. (All Photo Credit: Google)

































































