Covid Vaccination: ‘વ્યક્તિની સંમતિ વિના વેક્સિનેશન થઈ શકે નહીં’, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યુ છે કે કોઈપણ વ્યક્તિની સંમતિ વિના તેનુ રસીકરણ કરી શકાતુ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની 16 જાન્યુઆરીએ કોરોના વાયરસને નાથવા માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.

Covid Vaccination: 'વ્યક્તિની સંમતિ વિના વેક્સિનેશન થઈ શકે નહીં', સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ
Covid Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:15 PM

Covid Vaccination:  કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને (Supreme Court)  જણાવ્યુ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 રસીકરણ માર્ગદર્શિકા કોઈ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી વેક્સિન લગાવવાની વાત કરતી નથી. વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્રો બતાવવામાંથી મુક્તિ આપવાના મુદ્દે કેન્દ્રએ (Central Government) કોર્ટને કહ્યું કે તેણે આ અંગે કોઈ SOP જાહેર કરી નથી. જે કોઈપણ હેતુ માટે રસીકરણ પ્રમાણપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવે છે.

સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજુ કર્યુ

તમને જણાવી દઈએ કે NGO આવારા ફાઉન્ડેશનની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે આ સ્પષ્ટતા કરી છે. આ અરજીમાં ડોર ટુ ડોર વિઝિટ કરીને વિકલાંગોને પ્રાથમિકતાના ધોરણે રસી આપવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારે સરકારે એફિડેવિટ રજુ કરીને જણાવ્યુ છે કે ભારત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં વ્યક્તિની સંમતિ મેળવ્યા વિના બળજબરીથી રસીકરણની વાત ન કરી હોવાનું જણાવ્યુ છે.

રસીકરણની કામગીરી પૂરજોશમાં

કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યુ છે કે કોઈપણ વ્યક્તિની સંમતિ વિના તેનુ રસીકરણ (Vaccination) કરી શકાતુ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 16 જાન્યુઆરીએ કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ, જેને એક વર્ષ પૂર્ણ થયુ છે. દેશમાં 16 જાન્યુઆરીના ​​રોજ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને (Frontline Worker) રસીકરણ આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અત્યાર સુધીમાં વેક્સિનના 156 કરોડ ડોઝ આપવામાં આવ્યા

અત્યાર સુધીમાં દેશમાં કોરોના વેક્સિનના 156 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા શરૂ થયેલુ આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે સરકાર દ્વારા હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કોરોના કેસમાં આંશિક રાહત

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસો મામલે આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો શનિવારની સરખામણીમાં ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા 4,86,451ને પાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન

g clip-path="url(#clip0_868_265)">