
ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર પહેલા ત્રિમાસિક ગાળામાં 7.8% રહ્યો છે. ત્યારે આ દરમિયાન GDP અંગે મીડિયા દ્વારા TMC સાંસદ મહુઆ મોઈત્રાને સવાલ કરાતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોઈંગ સ્કિનને લઈને સવાલ કર્યો છે.
સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યુ, “GDP ની ચિંતા છોડો, એ ચિંતા વિપક્ષ સંભાળી લેશે… પહેલા તો મને આપની ચમક્તી ત્વચા ખૂબ પસંદ છે. આપની સ્કિન કેમ આટલી ગ્લો કરે છે? આટલી કેમ ચમકે છે? આની પાછળનું રાઝ શું છે? તેમણે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા પણ મજાકિયા અંદાજમાં પૂછ્યુ, “વિદેશથી PM મોદી એવુ શું લઈને આવે છે, જેનાથી તેમની ત્વચા આટલી ચમકે છે.”
મહુઆ એ વધુમાં કહ્યુ,” હું 51 વર્ષની થઈ ગઈ છુ અને મારે પણ મારી સ્કિનનું ધ્યાન રાખવાનું છે. તો PM મોદી તેનુ સ્કિન કેર સિક્રેટ મને જણાવે પ્લીઝ..”
મહુઆએ વધુમાં કહ્યુ, “Forget GDP…. GDP ની ચિંતા વિપક્ષ સંભાળી લેશે, પ્રધાનમંત્રી તેમનું સ્કિનકેર રૂટિન શેર કરી દે બસ…”
જુઓ વીડિયો:
#WATCH | Kolkata, West Bengal: On India’s GDP growth of 7.8% in Q1, TMC MP Mahua Moitra says, “It would be better for him to speak less about GDP growth—a subject he doesn’t seem to grasp—especially now that he is trying to get active on Instagram because someone advised him that… pic.twitter.com/EJ3Ju7eB8w
— ANI (@ANI) September 2, 2026
ઉલ્લેખનિય છે કે ચાલુ નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો GDP ગ્રોથ 7.8 % રહ્યો છે. આ અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે આ આંકડાને દેશની મોટી ઉપલબ્ધિ ગણાવી છે. આ તરફ વિપક્ષ તેને આંકડાની માયા-જાળ ગણાવી રહ્યો છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન મોદી પર ડબલ એટેક કર્યો. તેમણે ન માત્ર જીડીપીના આંકડાની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા પરંતુ વડાપ્રધાનની સોશિયલ મીડિયા રણનીતિ અને તેમની સ્કિન પર પણ કટાક્ષ કર્યો.
વડાપ્રધાન મોદીએ તેમના વીડિયોમાં વિપક્ષની ટીકાને ‘જુઠ ની ગૂંજ’ ગણાવી અને કહ્યુ કે નિરાશા ફેલાવનારા લોકોની વાતો વચ્ચે પણ દેશે 7.8 ટકા વૃદ્ધિદર હાંસિલ કર્યો છે. જો કે વિપક્ષ આ આંકડાને લઈને સંતુષ્ટ નથી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોનો આરોપ છે કે બેઝ યર બદલી અને ગત વર્ષના આંકડામાં સંશોધન કરી ને વર્તમાન વૃદ્ધિદર ચડાવી-વધારીને બતાવાઈ રહ્યો છે.