Breaking News : ગુજરાતના રાજકારણમાં હલચલ, કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, જુઓ Video
કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાયકાઓ સુધી ભાજપમાં રહેલા સોલંકીએ સમાજની લાગણી અને અસામાજિક તત્વોના રાજના ત્રાસને કારણે પક્ષપલટો કર્યો હોવાનું જણાવ્યું.
ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે ઔપચારિક રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો. દાયકાઓ સુધી ભાજપ સાથે જોડાયેલા રહેલા જે.ડી. સોલંકી વર્ષ 2012માં કોડીનાર બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
આ પક્ષપલટાથી કોડીનાર સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ્યાં પક્ષની નિષ્ઠા અને સ્થાનિક નેતૃત્વ મહત્વનો ભાગ ભજવે છે, ત્યાં આ ઘટના રાજકીય સમીકરણોમાં બદલાવ લાવી શકે છે.
જે.ડી. સોલંકીએ તેમના આ નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેઓ સમગ્ર સમાજના લોકોની લાગણીને કારણે કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કોડીનારની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ત્યાં “અસામાજિક લોકોનું રાજ” ચાલી રહ્યું છે અને તેમના ત્રાસને કારણે ગરીબ લોકો તથા નાના વર્ગના સમાજના લોકોના કાર્યો થતા નથી. આ જ કારણોસર તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ પક્ષપલટો ભાજપ માટે કોડીનારમાં નવી પડકાર ઊભો કરી શકે છે, જ્યારે કોંગ્રેસ માટે આ એક મહત્વપૂર્ણ રાજકીય લાભ ગણી શકાય.
અમદાવાદ શાહીબાગ નજીક દારૂના દરોડા દરમિયાન SMC ટીમ દ્વારા ફાયરિંગ, જુઓ Video
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ

