AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર, વિકાસ કાર્યો પર હવે ડિજિટલ નજર, જુઓ Video

Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર, વિકાસ કાર્યો પર હવે ડિજિટલ નજર, જુઓ Video

| Updated on: Oct 22, 2026 | 11:18 AM
Share

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર રોકવા AI-આધારિત સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ દ્વારા કોન્ટ્રાક્ટરોની કામગીરી અને વપરાયેલા મટિરિયલની ગુણવત્તા પર ડિજિટલ નજર રખાશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને નાથવા માટે એક અદ્યતન AI-આધારિત ઓનલાઇન સિસ્ટમનો અમલ કર્યો છે. આ સિસ્ટમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત પર લગામ કસવા માટે બનાવવામાં આવી છે. આ નવું ડિજિટલ મોનિટરિંગ પ્લેટફોર્મ કોર્પોરેશનના તમામ વિકાસ કાર્યોની વિગતોને ઓનલાઇન ઉપલબ્ધ કરાવશે.

આ સિસ્ટમ હેઠળ, કોન્ટ્રાક્ટરોએ તેમના કામગીરીની વિગતો દરરોજ ઓનલાઇન અપલોડ કરવી પડશે. આ ઉપરાંત, વિકાસ કામની પ્રગતિ અને વપરાયેલા મટિરિયલની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવશે. અધિકારીઓની સાઇટ વિઝિટના ફોટોગ્રાફ્સ સાથેના ડેટા પણ ઓનલાઇન મુકાશે. આ એક સુનિશ્ચિત કરશે કે કાર્યક્ષમતા અને પ્રમાણભૂતતા જળવાઈ રહે.

ભ્રષ્ટાચાર અટકાવવા માટે, વિજિલન્સ તપાસ માટેની ટીમને નિરીક્ષણ સ્થળના 200 મીટર પહેલા જ લોકેશનની જાણ કરવામાં આવશે. આનાથી તપાસ ટીમ ક્યાં જશે તેની માહિતી લીક થતી અટકશે અને અચાનક નિરીક્ષણ શક્ય બનશે. દરરોજ અંદાજે 15 કર્મચારીઓ આ ઓનલાઇન સિસ્ટમનું મોનિટરિંગ કરશે. RMCનો આ મહત્વનો પ્રોજેક્ટ વહીવટમાં પારદર્શિતા લાવવા અને રાજકોટના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ ઊભો કરવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકાયો છે.

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર 

Published on: Oct 22, 2026 10:46 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">