AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Tips: શું 0 થી 100% ચાર્જ કરવાની આદત તમારા ફોનને કરી રહી છે નબળો? જાણી લો 20-80 નો નવો નિયમ

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના વિના કલાકો પસાર કરવા પણ મુશ્કેલ લાગે છે. આપણે ફોનને સુરક્ષિત રાખવા માટે તેના પર મોંઘો ટેમ્પર્ડ ગ્લાસ લગાવીએ છીએ અને સ્માર્ટફોનની બોડી સુરક્ષિત રહે તે માટે બેક કવર પણ લગાવે છે. પરંતુ જ્યારે ફોન ચાર્જ કરવાની વાત આવે છે, ત્યારે આપણામાંથી મોટાભાગે લોકો અજાણતાં એવી ભૂલો કરે છે, જે ધીમે ધીમે ફોનની બેટરીને નુકસાન પહોંચાડે છે.

| Updated on: Oct 22, 2026 | 10:57 AM
Share
ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે નવો ફોન ખરીદ્યાના એક વર્ષમાં જ અથવા તો થોડા દિવસોમાં ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે અને ફોન જરૂર કરતાં વધુ ગરમ થવા લાગે છે. હકીકતમાં, આવું આપણી ચાર્જિંગ સંબંધિત ખોટી આદતોને કારણે થઈ શકે છે. જો તમે પણ ઇચ્છતા હો કે તમારો સ્માર્ટફોન વર્ષો સુધી નવા જેવો ચાલે અને તેની બેટરી ઝડપથી ખરાબ ન થાય, તો તમારે તમારી કેટલીક આદતોમાં તરત જ ફેરફાર કરવાની જરૂર છે. (Image Source | iStock)

1 / 8
મોટાભાગના લોકોની આદત હોય છે કે રાત્રે સૂતી વખતે ફોનને ચાર્જિંગ પર મૂકી દે છે અને સવારે ઊઠીને ચાર્જર કાઢે છે. ભલે આજકાલના સ્માર્ટફોનમાં ઑટો-કટ ફીચર આવતું હોય, પરંતુ લાંબા સમય સુધી ચાર્જર સાથે જોડાયેલા રહેવાથી બેટરીમાં થોડા પ્રમાણમાં ચાર્જિંગ ચાલુ રહી શકે છે. તેના કારણે ફોનમાં હળવી ગરમી જળવાઈ રહે છે. આ ઉપરાંત, કેટલાક લોકો ફોનની બેટરી સંપૂર્ણપણે 0 ટકા થઈ જાય ત્યાં સુધી રાહ જુએ છે અને ત્યારબાદ તેને 100 ટકા સુધી ચાર્જ કરે છે. (Image Source | iStock)

2 / 8
મોબાઈલ એક્સપર્ટ્સ લોકોના મતે, લિથિયમ-આયન બેટરી માટે આ બંને આદતો યોગ્ય નથી. બેટરીની લાંબી આવરદા માટે 20થી 80નો નિયમ ઉપયોગી માનવામાં આવે છે. એટલે કે, ફોનની બેટરી લગભગ 20 ટકા થઈ જાય ત્યારે તેને ચાર્જિંગ પર મૂકો અને 80થી 85 ટકા સુધી ચાર્જ થયા પછી ચાર્જર કાઢી લો. આમ કરવાથી બેટરીના સેલ્સ પર દબાણ ઓછું રહે છે અને લાંબા ગાળે બેટરીની ક્ષમતા જાળવવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

3 / 8
જ્યારે ફોન ચાર્જિંગ પર હોય છે, ત્યારે તેની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓને કારણે તે થોડો ગરમ થાય છે. આવી સ્થિતિમાં જો તમે ચાર્જિંગ કેબલ જોડેલી હોય ત્યારે જ ફોન પર ગેમ રમો, રીલ્સ જુઓ અથવા વીડિયો કોલ કરો, તો પ્રોસેસર અને બેટરી બંને પર વધારાનો ભાર પડે છે. આ સ્થિતિને પેરાસિટિક લોડ કહેવામાં આવે છે. તે ફોનમાં વધુ ગરમી પેદા કરી શકે છે અને બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. ગંભીર પરિસ્થિતિમાં બેટરીમાં આગ લાગવા જેવી દુર્ઘટનાનું જોખમ પણ વધી શકે છે. (Image Source | iStock)

4 / 8
મોટાભાગે લોકો ફોનને પલંગ, સોફા અથવા ઓશીકા નીચે રાખીને ચાર્જ કરે છે. આવી જગ્યાએ ફોનમાંથી નીકળતી ગરમી સરળતાથી બહાર જઈ શકતી નથી અને ડિવાઇસ વધુ ગરમ થવા લાગે છે. જો તમારા ફોન પર ખૂબ જ જાડું અથવા રબરનું કવર હોય અને ફાસ્ટ ચાર્જિંગ દરમિયાન ફોન વધુ ગરમ થતો હોય, તો ચાર્જ કરતી વખતે કવર કાઢીને ફોનને સપાટ અને હવાની અવરજવરવાળી જગ્યા પર રાખો. (Image Source | iStock)

5 / 8
ઘણીવાર એવું જોવા મળે છે કે ફોનનું ઓરિજિનલ ચાર્જર અથવા ડેટા કેબલ ખરાબ થઈ જાય ત્યારે લોકો પૈસા બચાવવા માટે સ્થાનિક બજારમાંથી ₹100થી ₹150ની સસ્તી કેબલ ખરીદી લે છે. આજકાલના સ્માર્ટફોનમાં સંવેદનશીલ ફાસ્ટ ચાર્જિંગ ચિપ હોય છે. જેને નિર્ધારિત પ્રમાણમાં કરંટ અને વોલ્ટેજની જરૂર પડે છે. સસ્તા અને હલકી ગુણવત્તાવાળા ચાર્જરમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા નબળી હોઈ શકે છે. (Image Source | iStock)

6 / 8
આવા ચાર્જર ક્યારેક ખૂબ ઓછો તો ક્યારેક અનિયમિત પાવર સપ્લાય કરી શકે છે. તેના કારણે બેટરીની ક્ષમતા ઝડપથી ઘટી શકે છે. એટલું જ નહીં, ફોનના ચાર્જિંગ પોર્ટ અને મધરબોર્ડને પણ નુકસાન થવાનું જોખમ રહે છે. તેથી હંમેશાં તમારા ફોન સાથે સુસંગત ઓરિજિનલ એડેપ્ટર અથવા વિશ્વસનીય અને પ્રમાણિત બ્રાન્ડના ચાર્જરનો જ ઉપયોગ કરો. (Image Source | iStock)

7 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Gold Silver Rate Today : ₹1 લાખની નજીક પહોંચ્યું 18 કેરેટ સોનું! સોના-ચાંદીના ભાવ ઘટી જતાં જાગી ઉત્સુકતા, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">