AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : રીલ, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં અંધ બન્યા માતા-પિતા! આંખ સામે જ દરિયામાં તણાવા લાગી માસૂમ, અજાણ્યા શખ્સે બચાવી!

વાયરલ વિડિયોમાં એક દંપતી દરિયા કિનારે ચાલતી વખતે રીલ લેતું દેખાય છે. પતિ સેલ્ફી સ્ટીકથી રીલ બનાવી રહ્યો છે, જ્યારે તેની પત્ની સ્મિત હાસ્ય કરી રહી છે અને વિવિધ પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયાની ઘેલછામાં લોકો ક્યારેક પોતાની અને પોતાના સ્વજનોની જિંદગી પણ જોખમમાં મૂકી દે છે.

Trending Video : રીલ, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં અંધ બન્યા માતા-પિતા! આંખ સામે જ દરિયામાં તણાવા લાગી માસૂમ, અજાણ્યા શખ્સે બચાવી!
Parents Put An Innocent Child Life At Risk For The Sake Of ReelImage Credit source: X | @MenTooSave
| Updated on: Oct 21, 2026 | 9:28 AM
Share

સોશિયલ મીડિયાની ઘેલછામાં લોકો ક્યારેક પોતાની અને પોતાના સ્વજનોની જિંદગી પણ જોખમમાં મૂકી દે છે. દરિયાકિનારેથી સામે આવેલો એક ચોંકાવનારો વીડિયો આ કડવી હકીકત દર્શાવે છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પતિ-પત્ની દરિયાની ઉછળતી લહેરો વચ્ચે રીલ બનાવવામાં એટલાં મશગૂલ દેખાય છે કે તેમને પોતાની જ માસૂમ બાળકી દરિયાના પાણીમાં તણાઈ રહી હોવાનો અહેસાસ પણ થતો નથી. સદનસીબે, સમયસર ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિની નજર બાળકી પર પડી હતી અને એક મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો.

રીલ બનાવવાની ઘેલછા, પાણીમાં પડી ગઈ માસૂમ બાળકી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ દરિયાકિનારે ફરતાં-ફરતાં રીલ બનાવી રહ્યું છે. પતિના હાથમાં સેલ્ફી સ્ટિક છે અને તે વીડિયો ઉતારી રહ્યો છે, જ્યારે તેની પત્ની હસતાં-હસતાં અલગ-અલગ પોઝ આપી રહી છે. મહિલાએ પોતાની નાનકડી બાળકીનો હાથ ઢીલી રીતે પકડ્યો હોય છે. એવામાં દરિયાની એક જોરદાર લહેર આવે છે. જેના કારણે બાળકીનો હાથ માતાની પકડમાંથી છૂટી જાય છે અને તે પાણીમાં પડી જાય છે. તેમ છતાં મહિલાનું ધ્યાન કેમેરા પર જ રહે છે અને તે પોઝ આપવામાં વ્યસ્ત રહે છે.

લહેરો બાળકીને ખેંચતી રહી, માતા-પિતા અજાણ રહ્યા ?

પાણીમાં પડ્યા બાદ દરિયાની લહેરો માસૂમ બાળકીને પાછળની તરફ ધકેલવા લાગે છે. બાળકી લહેરોના જોરદાર ધક્કા સહન કરતી રહે છે. પરંતુ રીલ બનાવવામાં મગ્ન માતા-પિતાને તેની જાણ થતી નથી. એવામાં ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિની નજર આ બાળકી પર પડે છે. તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ પાણી તરફ દોડે છે. બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢે છે અને તેના માતા-પિતાને બૂમ પાડીને તેમની બેદરકારી તરફ ધ્યાન દોરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો X દ્વારા @MenTooSave યુઝરે શેર કર્યો છે.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : ‘પાપા કી પરી’નો દિવાળી સ્ટંટ પડ્યો ભારે! હાથમાં જ ફૂટ્યો રોકેટ, વીડિયો થયો વાયરલ

Follow Us
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
g clip-path="url(#clip0_868_265)">