AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર, લાખો પરિવારોને મળશે સીધો લાભ

Breaking News : ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર, લાખો પરિવારોને મળશે સીધો લાભ

| Updated on: Oct 22, 2026 | 9:42 AM
Share

ગુજરાતમાં વીજળીની માંગ અને પુરવઠા વ્યવસ્થાપન વચ્ચે, રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર કરી છે.

ગુજરાતમાં હાલમાં વીજળીની માંગ અને પુરવઠા વ્યવસ્થાપન એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ સ્થિતિ વચ્ચે, રાજ્ય સરકારે વીજળીના વપરાશમાં સ્વયં નિર્ભરતા લાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટે સોલાર રૂફટોપ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં મફત વીજળી યોજના અંતર્ગત વધારાની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નવી નીતિ અનુસાર, સોલાર રૂફટોપ લગાવનારા સામાન્ય વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમના કુલ બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10% જ ચૂકવવાના રહેશે. આનાથી 1 કિલોવોટની સોલાર સિસ્ટમ સામાન્ય ગ્રાહકોને આશરે 5,400 રૂપિયામાં ઉપલબ્ધ થશે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ગ્રાહકો માટે તો આ ખર્ચ વધુ ઘટાડીને માત્ર 5% કરવામાં આવ્યો છે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી દ્વારા પૂરી પાડવામાં આવશે.

રાજ્ય સરકારની આ યોજનાથી ગુજરાતના 3 લાખથી વધુ પરિવારોને સીધો જ લાભ મળવાની અપેક્ષા છે. આ યોજના પાછળ રાજ્ય સરકાર અંદાજે 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ નિર્ણયથી ગ્રાહકોને આર્થિક રાહત મળશે અને સાથે જ રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને વેગ મળશે, જે વીજ માંગના વ્યવસ્થાપનમાં પણ પરોક્ષ રીતે મદદરૂપ થશે.

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">