AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Shroff Firing : ગનપાઉડર અને કારની બારીના કાચથી ટાઈગરના હાથ પર થઈ ઈજા, માતાએ શેર કરી તસવીર

ટાઈગર શ્રોફ સાથેની ઘટના: ટાઈગર શ્રોફ ઉપર થયેલા ગોળીબારને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત છે અને તેના સ્વાસ્થ્ય વિશે જાણવા આતુર છે. ઘટનાના ચાર દિવસ બાદ ટાઈગર શ્રોફની માતાએ હાથ પર થયેલ ઈજાની તસવીર શેર કરી હતી. ત્યાર બાદ ટાઈગર શ્રોફની ટીમે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં ટાઈગર શ્રોફના હાથ પર કેવી અને કેટલી ઈજાઓ થઈ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.

Tiger Shroff Firing : ગનપાઉડર અને કારની બારીના કાચથી ટાઈગરના હાથ પર થઈ ઈજા, માતાએ શેર કરી તસવીર
| Updated on: Oct 22, 2026 | 6:32 PM
Share

Tiger Shroff Firing Incident : ગત 18 ઓક્ટોબરની રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ગોળીબારથી કરાયેલ હુમલા બાદ બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ ચર્ચાનો વિષય બન્યા છે. ટાઈગર પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના વાહન પર અચાનક બે વ્યક્તિઓ ધસી આવીને એકાએક ગોળીબાર કર્યો હતો. આ ઘટના દરમિયાન, ટાઈગર શ્રોફના ડ્રાઈવરને ગોળી વાગી હતી, તો ટાઈગરને પણ ગન પાઉડર અને કારની બારીનો કાચ તુટવાથી ઈજાઓ થઈ હતી. આ હુમલાને કારણે ટાઈગર શ્રોફના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ જાણવા માંગતા હતા.

ટાઈગરે હવે પોતાની સ્થિતિ વિશે માહિતી આપી છે. ટાઈગર શ્રોફની માતા, આયેશા શ્રોફે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જે મૂળરૂપે ટાઈગરની ટીમ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અભિનેતાએ પોતાના હાથ પર થયેલી ઈજાઓ બતાવી છે. તેમના હાથ પરના અનેક નિશાન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ આ હુમલામાંથી કેટલા બાલ બાલ બચી ગયા હતા.

ટાઈગરના હાથ પર ઈજાઓ

ટાઈગર શ્રોફની ટીમે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆતમાં, ટાઈગર ધીમેથી પોતાનો હાથ બતાવે છે, જેના પર નાના-નાના લાલ ચાઠા સ્વરૂપ નિશાન છે. આ દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિ વિચલિત થઈ શકે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ઈશ્વર દયાળુ છે.” ટાઈગરની માતા, આયેશાએ આ પોસ્ટને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. ચાહકો પણ આ પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

ટાઈગરની ઈજાઓ જોઈને ચાહકોએ ચિંતા વ્યક્ત કરી

ચાહકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “જલદી સાજા થઈ જાઓ, ટાઈગર, મહાદેવ હંમેશા તમારી સાથે છે.” અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી, “ઈશ્વર હંમેશા તમારી પડખે છે.” એક અન્ય યુઝરે લખ્યું, “અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, ટાઈગર.” અન્ય ઘણા યુઝર્સે પણ કોમેન્ટ કરીને તેમના ઝડપથી સાજા થવાની કામના કરી છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

Breaking News : ટાઇગર શ્રોફ પર હુમલો ન થયો હોત તો… કપૂર પરિવારનો આ સ્ટાર હોત નિશાન પર ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">