AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં કચરાની ગાડી પર 10થી વધુ યુવાનોની જીવલેણ સવારી, જાહેર સલામતી પર ખતરો, જુઓ Video

Breaking News : સુરતમાં કચરાની ગાડી પર 10થી વધુ યુવાનોની જીવલેણ સવારી, જાહેર સલામતી પર ખતરો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2026 | 12:51 PM
Share

સુરત ( Surat ) શહેરમાં મનપાની કચરા ગાડી પર નબીરાઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ડોર ટુ ડોર કચરાની ગાડી પર યુવકો જોખમી રીતે બેઠેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ગાડી પર 10થી વધુ નબીરાઓ બેઠા હોવાનું અનુમાન છે.

લોકોને પોતાના જીવની જાણે કોઈ પરવા ના હોય તે રીતે રસ્તા પર સ્ટંટ કરતા તમે જોયા હશે. કેટલીક વખત એવા વીડિયો સામે આવે છે. જેમાં વાહનોની ઉપર પણ લોકો સવારી કરતા હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેની ચર્ચા ખુબ થઈ રહી છે. કચરાની ગાડી પર નબીરાઓની સવારીનો વીડિયો વાયરલ થયો હતો.

જોખમી સ્ટંટ જુઓ Video

સુરત શહેરમાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા એકત્ર કરતી ગાડી પર 10 થી વધુ યુવાનો દ્વારા જોખમી સ્ટંટ કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઇન્ટ રોડ પર બની હોવાનું અનુમાન છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવાનો કચરાની ગાડીના પાછળના ભાગે અને ઉપરના ભાગે બેસીને સવારી કરી રહ્યા છે, જે અત્યંત જોખમી કૃત્ય છે.

માર્ગ સલામતી માટે ગંભીર ખતરો

આ પ્રકારની બેદરકારીભરી હરકત જાહેર અને માર્ગ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે. જો કચરાની ગાડી અચાનક બ્રેક મારે અથવા રસ્તા પર કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય, તો આ યુવાનો ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે. આ ઘટનાએ યુવાનોના જીવ જોખમમાં મૂકવા અંગે અને સુરત મહાનગરપાલિકાની ગાડીઓ પર આવી ગતિવિધિઓ કેવી રીતે શક્ય બની તે અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. આ મામલે જવાબદારી નક્કી કરવી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં લેવા અનિવાર્ય છે.

 

કાનુની સવાલ : ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવાના નિયમો શું છે અને દુરુપયોગ માટે શું સજા છે? અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">