નવરાત્રી
નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. તે હિંદુ મહિનાઓ મુજબ ઉજવવામાં આવે છે.
ચૈત્ર માસમાં વાસંતીક અથવા વાસંતીયા અને અશ્વિન માસમાં શારદીય નવરાત્રી, માઘ અને અષાઢ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. શારદીય નવરાત્રીનું સમાપન દશેરાના દિવસે દુર્ગા મૂર્તિના વિસર્જન સાથે થાય છે.
જો ધ્યાનથી જોવામાં આવે હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના ચૈત્ર નવરાત્રિના 9 દિવસ હોય છે. તે પછી ત્રણ મહિના પછી અષાઢમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ત્યાર બાદ ત્રણ મહિના પછી શારદીય નવરાત્રી અને છેલ્લે પુષ્ય નવરાત્રી નવરાત્રી આવે છે.
ભારતના જુદા જુદા ભાગોમાં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર દાંડિયા અને ગરબા રમીને ઉજવવામાં આવે છે. આ આખી રાત ચાલે છે. ગરબા, દેવીના માનમાં ભક્તિમય પ્રદર્શન તરીકે, માતાજીની ‘આરતી’ પહેલાં કરવામાં આવે છે અને તે પછી દાંડિયા રાસ, ગરબા થાય છે.
પશ્ચિમ બંગાળ રાજ્યમાં બંગાળીઓના મુખ્ય તહેવારોમાં, દુર્ગા પૂજા સૌથી વધુ મહત્વના તહેવાર તરીકે ઉભરી આવે છે.
Breaking News : બહિયલમાં બુલડોઝર ! નવરાત્રી દરમિયાન થયેલા જૂથ અથડામણના આરોપીઓના 186 દબાણ તોડી પાડ્યા, જુઓ Video
નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2025
- 12:25 pm
મેગા ડાંડિયા નાઈટમાં ગરબાના તાલે ઝુમ્યા નીતા અંબાણી, ફાલ્ગુની પાઠકના સૂરોથી સજી સાંજ
નવરાત્રી પર્વને ખાસ બનાવવા માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં રેડિયન્સ ડાંડિયા નાઈટનું આયોજન કરવામાં આવ્યુ. તેની આગેવાની ખુદ નીતા અંબાણી દ્વારા કરવામાં આવી. આ દરમિયાન વધુ એક પૂજા-અર્ચનાથી આદ્યાત્મિક ભાવ ઝલક્યો. તો બીજી તરફ ફાલ્ગુની પાઠકની સુરીલી અવાજ અને ગબાના તહેવારથી તહેવારોનો ઉત્સાહથી ભરેલો ભાવ સહુ કોઈના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
- Mina Pandya
- Updated on: Oct 6, 2025
- 4:47 pm
Sharad Purnima 2025: આજે શરદ પૂર્ણિમા છે, આજના દિવસના દૂધ પૌંઆને અમૃત કેમ કહેવામાં આવે છે?
Sharad Purnima 2025 Kab hai: શરદ પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની વિશેષ પૂજા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, તેના પૂર્ણ 16 કળાઓથી પૃથ્વી પર અમૃતનો વરસાદ કરે છે.
- Meera Kansagara
- Updated on: Oct 6, 2025
- 11:16 am
Gandhinagar : BSF કેમ્પમાં ગરબાનું ભવ્ય આયોજન, જવાનોએ પરિવાર સાથે ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video
નવરાત્રીમાં આખો દેશ માતાજીની ભક્તિમાં રંગાઈ ગયો હતો. ત્યારે દેશના જવાનો માટે ખાસ ગાંધીનગરમાં BSFના હેડ ક્વાટરમાં ગરબાનું આયોજન કરાયું હતું.
- Jignesh Patel
- Updated on: Oct 3, 2025
- 2:31 pm
નીતા અંબાણી ફાલ્ગુની પાઠક સાથે ગરબા રમ્યા, દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી, જુઓ વીડિયો
નીતા અંબાણીએ દશેરાના દિવસે સિંગર ફાલ્ગુની પાઠકની સાથે ગરબા રમ્યા હતા. જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં નીતા અંબાણીએ ગરબાને લઈ પોતાની ભાવના વ્યક્ત કરી હતી. તો જુઓ ગરબાનો વીડિયો
- Nirupa Duva
- Updated on: Oct 3, 2025
- 10:34 am
Breaking News: દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, ટ્રેક્ટર નદીમાં ખાબક્તા 10ના મોત
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ગુરુવારે દશેરાના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ, મૂર્તિ વિસર્જન કરીને લોકોને લઈને જઈ રહેલુ એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યુ. જેમા 10 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો હજુ લાપતા છે. પોલીસ અને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. આ દુર્ઘટના પંધાના ચોકી વિસ્તારના જમાલી પાસે આવેલી આબદા નદીમાં સર્જાઈ હતી.
- Mina Pandya
- Updated on: Oct 2, 2025
- 8:13 pm
અમદાવાદની ગરબાની આ વિધિ તમને આશ્ચર્યચકિત કરશે ! પુરુષો સાડી પહેરીને રમે છે ગરબા, જાણો 200 વર્ષ જૂનું રહસ્ય
અમદાવાદના એક તાજેતરના વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. @awesome.amdavad નામના એકાઉન્ટ પરથી અપલોડ કરાયેલ, રીલનું શીર્ષક છે, "અમદાવાદમાં સદુ માતાની પોળમાં સાડી ગરબા અનુષ્ઠાન." તેમાં પુરુષો સાડીમાં ગરબા કરતા જોવા મળે છે.
- Meera Kansagara
- Updated on: Oct 2, 2025
- 9:36 am
Gandhinagar : રુપાલમાં આસ્થાની પલ્લી ! લાખો મણ ઘીનો અભિષેક કરાયો, લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા,જુઓ Video
ગાંધીનગરના રૂપાલમાં મધ્યરાત્રિએ વરદાયીની માતાની પલ્લી નીકળી. દર વર્ષે આસો સુદ નોમની રાત્રે રૂપાલમાં પલ્લીનો મેળો યોજાય છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ આ પલ્લીમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી.
- TV9 Gujarati
- Updated on: Oct 1, 2025
- 2:37 pm
વૃદ્ધ દંપતીએ જુવાનિયાઓને પણ શરમાવે એવી એનર્જીથી કર્યા ગરબા, લોકોએ કહ્યું-70ની ઉંમરે પણ શોખ હોવો જોઈએ
આજકાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ દંપતી આનંદથી નાચતા જોવા મળે છે. તેમની અદા એટલી મનમોહક છે કે આ વીડિયો ઝડપથી હિટ થઈ ગયો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો અને ઝડપથી હિટ બની ગયો.
- Meera Kansagara
- Updated on: Oct 1, 2025
- 11:40 am
Maa Siddhidatri Puja: જે શારદીય નવરાત્રી, સિદ્ધિદાત્રી માતાની પૂજા, મંત્રોની પદ્ધતિ જાણો
આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ છે, જે દેવી સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ દિવસે લોકો દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. ચાલો તમને જણાવીએ કે નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કેવી રીતે કરવી, દેવીને કયા અર્પણ કરવા જોઈએ અને આ દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ.
- Tanvi Soni
- Updated on: Oct 1, 2025
- 10:33 am
મોંધાદાટ પાસ વેચતા રંગ મોરલા, સુવર્ણ નવરાત્રિ અને સ્વર્ણિમ નગરી ગરબાના આયોજકો પર GSTના દરોડા, ગરબા સિવાયની આવક પણ શોધી કાઢી !
GST વિભાગે પહેલા તપાસ કરી હતી અને ત્યાર બાદ દરોડા પાડ્યા હતા. જાણીતા ગરબા ગાયકના આયોજક પર પડેલા દરોડામાં માત્ર ગરબા જ નહીં અન્ય માધ્યમ મારફતે રળેલ આવકનો પણ સ્ત્રોત પણ શોધી કાઢ્યો છે. આના પગલે, GST વિભાગ, આવક દર્શાવતા દસ્તાવેજો આવકવેરા વિભાગને અને મનોરંજન વેરા વિભાગને પણ સોપે તેવી સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Sep 30, 2025
- 7:13 pm
Navratri Day 8: આજે શારદીય નવરાત્રીની આઠમ, મા મહાગૌરીની પૂજા અને આરાધન કરો, આ મંત્રોચ્ચારથી માને કરો પ્રસન્ન
નવરાત્રીના આઠમા દિવસે, મહાગૌરી દેવીને ખાસ અર્પણ પણ કરવામાં આવે છે. માતા મહાગૌરી દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ છે અને તેને શાંતિપ્રિય, દયાળુ અને પ્રેમાળ દેવી માનવામાં આવે છે. મા ગૌરી પોતાના ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરે છે.
- Tanvi Soni
- Updated on: Sep 30, 2025
- 9:25 am
Ashtami Prasad Recipe : અષ્ટમી પ્રસાદ માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ કાળા ચણા, જાણો સંપૂર્ણ રેસિપી
અષ્ટમી અને નવમી પર દેવીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો તેમને પ્રસાદ ચઢાવે છે અને તેમના આશીર્વાદ લે છે. પ્રસાદમાં કાળા ચણા અને હલવો ખાસ મહત્વપૂર્ણ છે. કાળા ચણા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
- Disha Thakar
- Updated on: Sep 30, 2025
- 7:33 am
મધરાત્રે સુમસામ સડક પર યુવતીને એકલી જોઈ રેપિડો રાઈડરે જે વ્યવહાર કર્યો એ તેની પરવરિશ બતાવે છે- વાંચો
ગરબા નાઈટથી પરત ફરેલી એક યુવતી તેના ફ્લેટમેટની રાહ જોઈ રહી હતી. એવામાં મધરાત્રે સુમસામ સડક પર યુવતીને એકલી જોઈ રેપિડો રાઈડરે જે વ્યવહાર કર્યો તેનાથી તેની પરવરિશ દેખાઈ આવે છે.
- Mina Pandya
- Updated on: Sep 29, 2025
- 6:29 pm
વરસાદથી અનેક ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, મોટા શહેરોમાં ગરબા આયોજનો રહ્યા બંધ, આજે પણ વરસાદી સંકટની શક્યતા, જુઓ Video
સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થઇ જાય છે, પરંતુ આ વર્ષે તો મેઘરાજા છેલ્લી ઇનિંગ સુધી ભારે તરખાટ મચાવી રહ્યા છે. ગુજરાતમાં ગઇકાલે વરસેલા વરસાલે ગરબા રસિકોની મજામાં ભંગ પાડ્યો છે. ગઇકાલે વરસેલા વરસાદથી અનેક શહેરોમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના કેટલાક સ્થળોએ મોટા ગરબા આયોજનો બંધ રહ્યા હતા.
- Tanvi Soni
- Updated on: Sep 29, 2025
- 1:14 pm