AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાઉદી અરેબિયામાં હુતીઓની બોમ્બમારી વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું, રિયાદમાં દૂતાવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો

અમેરિકાએ સાઉદી અરબમાં પોતાના દુતાવાસના કર્મચારીઓ અને તેના પરિવારને દેશ છોડવા માટે કહ્યું છે. યુએઈ,જોર્ડન,કતર અને બેહરીન માટે પણ આ પ્રકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Breaking News : સાઉદી અરેબિયામાં હુતીઓની બોમ્બમારી વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું, રિયાદમાં દૂતાવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો
| Updated on: Oct 22, 2026 | 8:08 AM
Share

ઈરાન સમર્થિત હુતી સતત સાઉદી અરબને નિશાને બનાવી રહ્યું છે. તે છેલ્લા કેટલાક દિવસથી એરપોર્ટને ટાર્ગેટ કરી હુમલા કરી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાએ સાઉદી અરબમાં પોતાના દુતાવાસના કર્મચારીઓ અને તેના પરિવારને દેશ છોડવા માટે કહ્યું છે. એટલું જ નહી સંયુક્ત અરબ અમીરાત (UAE), જોર્ડન, કતર અને બેહરીન માટે પણ આ પ્રકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાને બનાવ્યા

અમેરિકી વિદેશી મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું અમેરિકી વિદેશ મંત્રાલયે સાઉદી અરબમાં બિન-કટોકટી કામમાં રોકાયેલા યુએસ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઈરાન સમર્થિત હુતી વિદ્રોહી સાઉદી અરબ વિરુદ્ધ સતત હુમલા કરી રહ્યું છે. જેમાં સિવિલિયન એરપોર્ટસ અને બીજા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાને બનાવ્યા છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ ટ્રાવેલ વ્યવસ્થા પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે.

ગઈકાલે, સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ,એક ડ્રોનને અટકાવવામાં આવ્યા પછી, તેનો કેટલોક કાટમાળ શાયબાહ તેલ ક્ષેત્રમાં એક કોન્ટ્રાક્ટરના વાહન પર પડ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હુતી બળવાખોરો અને સાઉદી ગઠબંધન યમનમાં વારંવાર ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે જુલાઈમાં યુએનની દેખરેખ હેઠળ ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ફરી લડાઈ શરૂ થઈ હતી.

ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત

સાઉદીમાં ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયાની સુચના મળ્યા બાદ ભારતીય દુતાવાસે કહ્યું કે, અમને આ વિશે જાણકારી મળી છે કે, શયબાહ ઓલ ફીલ્ડ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયો છે. અમે સાઉદી અધિકારીઓના સંપર્કમાં છીએ. તેમજ આગળની જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ. ઈજાગ્રસ્ત ભારતીય નાગરિકને દરેક સંભવ મદદ અપાવશું.

તેમજ પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">