SBI લાવ્યું ₹1.60 કરોડ સુધીના CTC વાળી જોબ, તક હાથમાંથી નીકળી જાય તે પહેલાં કરો Apply
બેંકિંગ ક્ષેત્રમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક મોટી અને સુવર્ણ તક સામે આવી છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની વિવિધ મહત્વપૂર્ણ પોસ્ટ્સ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે, જેમાં વાર્ષિક રૂ. 90 લાખથી લઈને 1.60 કરોડ સુધીનું આકર્ષક સેલેરી પેકેજ આપવામાં આવી રહ્યું છે.

બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ભારતીય સ્ટેટ બેંકે (SBI) નિશ્ચિત મુદત (કોન્ટ્રાક્ટ) ના આધારે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની વિવિધ 6 જગ્યાઓ પર ભરતીની અધિકૃત જાહેરાત બહાર પાડી છે.
SBI દ્વારા બહાર પાડવામાં આવેલી જગ્યાઓમાં જનરલ મેનેજર (GM) અને ચીફ AI ઓફિસરની 1, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) – (રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ) ની 1, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) – (AI ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયન્સ) ની 1, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) – (ડેટા એન્જિનિયરિંગ, મોડેલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ AI ઓપ્સ) ની 1, AI સોલ્યુશન આર્કિટેક્ટની 1 અને એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટની 1 જગ્યા છે.
અરજી કરવાની પ્રક્રિયા શરૂ
આ તમામ પોસ્ટ માટે ઓફલાઇન માધ્યમથી અરજી પ્રક્રિયા 19 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 9 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો ઈઆઈએલ (EIL) ની અધિકૃત વેબસાઈટ પર જઈને નક્કી કરેલી અંતિમ તારીખ સુધીમાં અથવા તે પહેલાં પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
શું હોવી જોઈએ ‘શૈક્ષણિક લાયકાત’?
અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી જનરલ મેનેજર (GM) અને ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) પોસ્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ/IT/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા તેને સમકક્ષમાં BE/BTech/MTech અથવા MSc (સ્ટેટિસ્ટિક્સ/કોમ્પ્યુટર સાયન્સ)/MA (સ્ટેટિસ્ટિક્સ)/MStat/MCA હોવું જોઈએ.
AI સોલ્યુશન આર્કિટેક્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડેટા સાયન્સ, AI, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ અથવા તેનાથી સંબંધિત વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી અને એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, AI અથવા આ પ્રકારના કોઈ વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારો પાસે પોસ્ટ મુજબ સંબંધિત ક્ષેત્રમાં નિર્ધારિત 3 થી 15 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે.
વયમર્યાદા કેટલી હોવી જોઈએ?
પોસ્ટ મુજબ, અરજદારોની લઘુત્તમ વય 30 થી 40 વર્ષ વચ્ચે અને મહત્તમ વય 45 થી 55 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવી છે, જેની ગણતરી 30 સપ્ટેમ્બર 2026 ના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
યોગ્ય ઉમેદવારોની પસંદગી અરજીઓ અને પ્રમાણપત્રોની ચકાસણી, મેરિટના આધારે શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ અને ત્યારબાદ CTC (કોસ્ટ ટુ કંપની) પર વાટાઘાટોના આધારે કરવામાં આવશે, જે બાદ પસંદગી પામેલા ઉમેદવારોનું CTC પોસ્ટના આધારે વાર્ષિક રૂ. 90 થી 160 લાખની વચ્ચે રહેશે.
અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાની કેટેગરી મુજબ નક્કી કરેલી અરજી ફી ચૂકવવી પડશે, જે સામાન્ય/EWS/OBC વર્ગ માટે રૂ. 750 નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ (SC)/અનુસૂચિત જનજાતિ (ST)/દિવ્યાંગ શ્રેણીના ઉમેદવારોને રજિસ્ટ્રેશન ફીમાંથી રાહત આપવામાં આવી છે.
