AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ, જુઓ Video

Breaking News : અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2026 | 11:39 AM
Share

અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ છે.XUV કારમાં પેડલરો ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવ્યા હતા.CTM પાસેથી ક્રાઈમબ્રાંચે 3 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે UPના 2 અને દિલ્હીના 1 આરોપીની ધરપકડ કરી છે.

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્ક તોડી નાખ્યું છે. પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે.

મોટો ગુનાહિત રેકોર્ડ

આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ) છે, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે.ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.

આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2,497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4,531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા આ ભયાનક ડ્રગ્સ રેકેટનો વ્યુહ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

Breaking News : વારાણસી-સાબરમતી એક્સપ્રેસને સ્ટોપેજ માટે મંજૂરી મળી, ટ્રેન ક્યાં ક્યાં રોકાશે તે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">