મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં કેટલાક ફસાયાની આશંકા

|

Aug 19, 2022 | 1:56 PM

સ્થાનિક નાગરિકોની મદદથી અહીં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે બિલ્ડીંગ લગભગ 12:45 કલાકે ધરાશાયી થઈ હતી. દરમિયાન, સ્થાનિકો તરફથી માહિતી મળી રહી છે કે આ અકસ્માતમાં ફૂટપાથ પર રહેતા કેટલાક લોકો પણ ઘાયલ થયા છે.

મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં કેટલાક ફસાયાની આશંકા
Building Collapsed, Borivali West in Mumbai

Follow us on

દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના બોરીવલી પશ્ચિમના (Borivali West) સાઈનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતનું નામ ગીતાંજલિ (Gitanjali Building) છે. આ ઈમારતમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ બિલ્ડીંગમાં સાતથી આઠ પરિવારો રહે છે. હવે સ્થાનિક નાગરિકોની મદદથી અહીં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે બિલ્ડીંગ લગભગ 12:45 કલાકે ધરાશાયી થઈ હતી. દરમિયાન, સ્થાનિકો તરફથી માહિતી મળી રહી છે કે આ અકસ્માતમાં ફૂટપાથ પર રહેતા કેટલાક લોકો પણ ઘાયલ થયા છે.

ઘટના વિશે વધુ માહિતી એવી છે કે, બોરીવલી પશ્ચિમના સાઈનગરમાં ગીતાંજલિ નામની ચાર માળની ઈમારત હતી. ભોંયતળિયા સાથે બિલ્ડિંગમાં કુલ ચાર માળ હતા. આ ઇમારત વર્ષોજૂની હતી. આજે આ ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગમાં કેટલાક પરિવારો રહેતા હતા. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ તેના કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સ્થાનિક નાગરિકોની મદદથી ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી છે. પોલીસ, BMCની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આ ઈમારતનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

દરમિયાન સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઈમારતની બાજુમાં આવેલી ફૂટપાથ પર બેઠેલા કેટલાક લોકોને પણ ઈજા થઈ હતી. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યાં. જોકે, બિલ્ડીંગના કાટમાળ નીચે કેટલાક નાગરિકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

 

Next Article