AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તૈયાર રહેજો.. IPO પહેલાં અદાણી ગ્રુપનો મેગા પ્લાન, આ સેક્ટરમાં કરશે મોટું રોકાણ

અદાણી ગ્રુપ એરપોર્ટ સેક્ટરમાં મોટું રોકાણ કરશે. આ વિસ્તરણ યોજનામાં નવા ટર્મિનલ્સ, MRO અને એરક્રાફ્ટ ઉત્પાદનનો સમાવેશ થાય છે.

તૈયાર રહેજો.. IPO પહેલાં અદાણી ગ્રુપનો મેગા પ્લાન, આ સેક્ટરમાં કરશે મોટું રોકાણ
| Updated on: Dec 19, 2025 | 3:26 PM
Share

IPO પહેલાં ગૌતમ અદાણીનું ગ્રુપ એરપોર્ટ સેક્ટરમાં મોટા પાયે વિસ્તરણ માટે તૈયાર થઈ રહ્યું છે. અદાણી ગ્રુપ 2030 સુધીમાં એરપોર્ટ વ્યવસાયમાં અંદાજે 11 બિલિયન ડોલર, એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણનો ઉપયોગ નવા એરપોર્ટ ટર્મિનલ્સ માટે બોલી લગાવવા, હાલના એરપોર્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા અને નવા બિઝનેસ ક્ષેત્રોમાં પ્રવેશ માટે કરવામાં આવશે.

એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશની તૈયારી

એરપોર્ટ સિવાય અદાણી ગ્રુપ ભારતમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સને મજબૂત બનાવવા માટે AI એન્જિનિયરિંગ સર્વિસીસના અધિગ્રહણ પર વિચાર કરી રહ્યું છે. ભવિષ્યમાં ગ્રુપ વૈશ્વિક ભાગીદારો સાથે મળીને એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પગલું ભારતને એવિએશન હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

માર્ચ 2028 સુધી IPO લાવવાની યોજના

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ આ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, કંપની માર્ચ 2028 સુધીમાં એરપોર્ટ વ્યવસાય માટે IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પ્રક્રિયામાં એરપોર્ટ બિઝનેસને પેરેન્ટ કંપની અદાણી એન્ટરપ્રાઇઝથી અલગ કરવાનો વિકલ્પ પણ વિચારાધીન છે. જીત અદાણીએ જણાવ્યું કે ડિમર્જર થવાથી શેરધારકોને વધુ મૂલ્ય મળશે. IPO પહેલાં વ્યૂહાત્મક રોકાણકારોને જોડવાની શક્યતા પણ છે, જોકે હાલમાં કોઈ ઔપચારિક ચર્ચા શરૂ થઈ નથી.

7 એરપોર્ટનું સંચાલન, 11 નવા ટર્મિનલ પર નજર

અદાણી એરપોર્ટ કંપની હાલમાં મુંબઈ અને અમદાવાદ સહિત દેશના 7 મહત્વના એરપોર્ટનું સંચાલન કરી રહી છે. સાથે જ, ગ્રુપ 11 નવા એરપોર્ટ ટર્મિનલ્સના ખાનગીકરણ માટે બોલી લગાવવાની તૈયારીમાં છે. તેમાં વારાણસી, ભુવનેશ્વર અને અમૃતસર જેવા એરપોર્ટ ટર્મિનલ્સનો સમાવેશ થઈ શકે છે. સરકાર નફાકારક એરપોર્ટ સાથે ખોટમાં ચાલતા એરપોર્ટને જોડીને ખાનગી કંપનીઓને ઓફર કરી રહી છે, જેથી વધુ રોકાણ આકર્ષી શકાય.

નવી મુંબઈ એરપોર્ટ બનશે શોપીસ પ્રોજેક્ટ

અદાણી ગ્રુપનું સૌથી મોટું ધ્યાન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેન્દ્રિત છે, જે 25 ડિસેમ્બરે ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રોજેક્ટને ગ્રુપનો શોપીસ એરપોર્ટ માનવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં વાર્ષિક 20 મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતા હશે.

2030 સુધી એરો સિટીનું વિકાસ કાર્ય

બીજા તબક્કામાં વધારાના 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. 2030 સુધીમાં એરપોર્ટ સાથે મોનોરેલ કનેક્ટિવિટી, 20 હોટલ અને આધુનિક એરો સિટી વિકસાવવામાં આવશે. મુસાફરોના સામાનને રિયલ-ટાઈમ ટ્રેક કરવાની સુવિધા મળશે, તેમજ વડાપાંઉથી લઈને મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ સુધીના વિવિધ ફૂડ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

હિન્ડનબર્ગ બાદ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની કોશિશ

આ મોટું રોકાણ એવા સમયમાં આવી રહ્યું છે જ્યારે અદાણી ગ્રુપ દેવું ઘટાડીને અને નવા રોકાણકારોને જોડીને પોતાની છબી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ 2023માં ગ્રુપના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો હતો. સાથે જ, તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને અદાણી ગ્રુપે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

ભારતના ટોપ 10 અમીર બિઝનેસમેન કયા અને શું ભણ્યા છે ? જાણવા માટે અહીં ક્લિક કરો.. 

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">