માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે શિમલા-મનાલી સમાન છે. ત્યારે ડિસેમ્બરની ઠંડીમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મહત્વનું છે કે મેદાની વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે ઠંડીથી બચવા પ્રવાસીઓ સહિત સ્થાનિકો તાપણીનો સહારો લેતા જોવા મળ્યાં અને બરફની ચાદરો છવાતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.