AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 શ્રેણીની વચ્ચે હાર્દિક પંડ્યાનો રોમાંસ, ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પંડ્યાનો અમદાવાદ એરપોર્ટનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં તે ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દેખાય છે. પંડ્યા અને માહિકા T20 શ્રેણી દરમિયાન સાથે જ મુસાફરી કરતા જોવા મળ્યા છે. શ્રેણીમાં હાર્દિકના પ્રદર્શનની સાથે તેનો રોમાંસ પણ ચર્ચાનો વિષય રહ્યો છે.

T20 શ્રેણીની વચ્ચે હાર્દિક પંડ્યાનો રોમાંસ, ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો
Hardik Pandya, Mahieka SharmaImage Credit source: PTI
| Updated on: Dec 18, 2025 | 10:34 PM
Share

હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેના પ્રદર્શન ઉપરાંત આ ખેલાડી અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. અમદાવાદમાં T20 પહેલા હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે.

હાર્દિક ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદ પહોંચ્યો

હાર્દિક પંડ્યા અને માહિકા લખનૌમાં સાથે હતા અને હવે તેઓ સાથે અમદાવાદ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં, પંડ્યા અને માહિકા અમદાવાદ એરપોર્ટ પર જોવા મળે છે. પંડ્યાએ માહિકાને ગળે લગાવી અને તેને ટેક્સીમાં બેસાડી. પંડ્યા પોતે ટીમ ઈન્ડિયાની બસમાં બેઠો.

પંડ્યા-માહિકાનો રોમાંસ

હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા, અને હવે માહિકા તેના જીવનમાં પ્રવેશી છે. એશિયા કપમાં પંડ્યા ઘાયલ થયો પછી, તે માહિકા સાથે વેકેશન પર ગયો હતો. હવે, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એવા અહેવાલો પણ છે કે તેમની સગાઈ થઈ ગઈ છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં, પંડ્યા દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી દરમિયાન માહિકા સાથે ક્વોલીટી ટાઈમ વિતાવી રહ્યો છે.

માહિકાના મુદ્દે પંડ્યાનો ગુસ્સો

તાજેતરમાં, હાર્દિક પંડ્યા માહિકા શર્માને લઈને પાપારાઝીથી ગુસ્સે થયો હતો. આ મહિનાની શરૂઆતમાં પાપારાઝીએ મુંબઈના એક રેસ્ટોરન્ટમાંથી માહિકાનો નીકળતો વીડિયો શૂટ કર્યો હતો. આનાથી હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો અયોગ્ય એન્ગલથી શૂટ કરવામાં આવ્યો છે, અને ભારતીય ઓલરાઉન્ડરે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પંડ્યાએ પાપારાઝીને ઠપકો આપ્યો

9 ડિસેમ્બરના રોજ, હાર્દિક પંડ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી, જેમાં પાપારાઝીને ઠપકો આપ્યો. તેણે લખ્યું, ” હું સમજું છું કે જાહેર વ્યક્તિત્વ હોવાથી કેમેરા અને નજરોનો સામનો કરવો પડે છે, પરંતુ આજે જે બન્યું તે બધી હદો ઓળંગી ગયું. માહિકા સીડી પરથી નીચે ઉતરી રહી હતી, પરંતુ પાપારાઝીએ એક એવો એન્ગલ ક્લિક કર્યો જે કોઈપણ મહિલાના ગૌરવને ઠેર પહોંચાડે છે. ખાનગી ક્ષણોને સસ્તી પબ્લીસીટીમાં ફેરવી દેવામાં આવી . સ્ત્રીઓ આદર અને સન્માનને પાત્ર છે . થોડી માનવતા રાખો. ”

કટકમાં હાર્દિક પ્લેયર ઓફ ધ મેચ

આ પોસ્ટ કર્યા પછી, હાર્દિક પંડ્યાએ કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પંડ્યાએ અણનમ 59 રન બનાવીને ભારતને 101 રનથી જીત અપાવી. તેણે મેચમાં એક વિકેટ પણ લીધી.

આ પણ વાંચો: ઝારખંડ પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન, ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">