ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ
અત્યાર સુધી જુના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાને કારણે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા લાગુ પડતી નહોતી. જો કે, ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને પડકાર્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આની સાથોસાથ વકફની 150 અરજીઓ ફગાવાઈ દેવાઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકત બાબતના વિવાદનો કોઈ પણ કેસ કોર્ટમાં જાય તો તેમણે કોર્ટ ફિ ભરવી પડતી હતી. આ જોગવાઈમાંથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો કોર્ટ ફી ભરવામાં આવતી નહોતી. જો કે, ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા ચૂકાદાને પગલે, હવેથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો તેમણે પણ કોર્ટ ફી ભરવી પડશે .
ગુજરાત હાઈકોર્ટે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી અંગે એક મહત્વનો ચૂકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. વક્ફ એક્ટ હેઠળની મિલ્કતો સંપતિ પણ હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકતની બરાબર છે. આથી વકફ એક્ટ હેઠળની સંપતિ કે મિલકતોએ પણ કોર્ટ કેસના વિવાદમાં કોર્ટ ફી ભરવી પડશે. અત્યાર સુધી કોઈપણ હિન્દુ મંદિર અથવા ધાર્મિક જગ્યાને લઈને વિવાદ કોર્ટમાં જાય તો, કોર્ટ ફી ભરવી પડતી હતી. પરંતુવકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં ફી ભરવામાં આવતી નહોતી. જેના કારણે અન્યાયની લાગણી થતી હતી અને કેસનો ભરાવો પણ થઈ રહ્યો હતો, કોર્ટ ફી લાગુ થયા બાદ હવેથી મુસ્લિમ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભર્યા બાદ જ કેસ આગળ વધશે.
અત્યાર સુધી જુના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાને કારણે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા લાગુ પડતી નહોતી. જો કે, ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને પડકાર્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આની સાથોસાથ વકફની 150 અરજીઓ ફગાવાઈ દેવાઈ છે. હવેથી હિન્દુ ટ્રસ્ટની માફક જ વકફ એક્ટ હેઠળની મિલકતોના વિવાદના કેસ કોર્ટમાં દાખલ કરતા સમયે જરૂરી કોર્ટ ફી ભરવી પડશે. ગુજરાત હાઈકોર્ટના આ ચૂકાદાને પગલે, રાજ્ય સરકારની એક પ્રકારે કાનુની જીત થઈ છે.
આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માં ગુજરાતની ઇકોલોજીકલ શ્રેષ્ઠતા તરીકે ઉભરી આવશે ખીજડિયા પક્ષી અભયારણ્ય