ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો નિયંત્રણમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના કુલ 117 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાને કારણે 2 દર્દીના (Death)મોતના સમાચાર છે.
રાજયમાં આજે કોરોનાને કારણે 344 દર્દીઓ સજા થયા છે. રાજયમાં અત્યારસુધીમાં 12,09, 878 દદીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજયમાં કોરોનાનો રિકવરી રેટ 98.96 ટકા નોંધવામાં આવ્યો છે. રાજયમાં હાલ કોરોનાના કુલ એકટીવ કેસની સંખ્યા 1820 છે. જેમાં 1798 દર્દીઓ સ્ટેબલ છે. જયારે 22 દર્દી વેન્ટીલેટર પર છે. આ સાથે રાજયમાં કોરોનાનો કુલ મૃત્યુઆંત 10,930 પર પહોંચી ગયો છે.
રાજયમાં આજે જિલ્લા અનુસાર કેસ જોઇએ તો, અમદાવાદમાં 61 કેસ, વડોદરામાં 18 કેસ, સુરતમાં 11 કેસ, ગાંધીનગર 6 કેસ, રાજકોટ 6 કેસ, જયારે જામનગર, ભાવનગર અને જુનાગઢમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ ઉપરાંત આણંદમાં 3, બનાસકાંઠામાં 3, નવસારીમાં 2, દાહોદ-ખેડા-કચ્છ-મોરબી-પંચમહાલ-તાપી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
આજે કોરોનાને કારણે રાજયમાં માત્ર 2 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. આમ હવે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાની સાથે જ રાજયમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. અને, તમામ મેટ્રો શહેરો સહિત નાના શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળી છે.
આ ઉપરાંત સુરતમાં છેલ્લા 15 દિવસથી સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે એક માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે. પહેલી માર્ચથી સંજીવની રથ, ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે. એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર, મશીનરી પણ છૂટી કરવામાં આવશે. ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે. સાથે સાથે મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટા કરવામાં આવશે.
આ પણ વાંચો : વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ, કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે માત્ર રાજનીતિ કરે છે : જીતુ વાઘાણી
આ પણ વાંચો : Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે
Published On - 7:50 pm, Mon, 28 February 22