AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 47 કેસ, 53 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો 560 કેસ છે. જેમાં 07 લોકો વેન્ટિલેટર પર અને 553 લોકો સ્ટેબલ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 10938 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. રાજયમાં કોરોના રિકવરી રેટ 99. 06 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 47 કેસ, 53 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update
| Updated on: Mar 12, 2022 | 8:37 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસના સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 12  માર્ચના રોજ નવા 47 દર્દીઓ નોંધાયા છે. જયારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે. તેમજ 53 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.ગુજરાતમાં કોરોના આજે નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)  31, વડોદરામાં 05, વડોદરા ગ્રામીણમાં 03, આણંદમાં 02, ડાંગમાં 01, ગાંધીનગરમાં 01, મોરબીમાં 01, રાજકોટમાં 01, સુરતમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો 560 કેસ છે. જેમાં 07 લોકો વેન્ટિલેટર પર અને 553 લોકો સ્ટેબલ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 10938 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. રાજયમાં કોરોના રિકવરી રેટ 99. 06 ટકા થયો છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : ખેલ મહાકુંભ પૂર્વે સરદાર પટેલ સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી, લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર

આ પણ વાંચો : Jamnagar: જય રણછોડ, માખણચોરના નાદ સાથે લાખો ભકતો પદયાત્રા કરી દ્વારકા પહોંચશે

Follow Us
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!
g clip-path="url(#clip0_868_265)">