AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે ફટકારી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.

Breaking News: ઉના દલિત કાંડમાં દોષિતોને વેરાવળ કોર્ટે ફટકારી સજા, એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ
una dalit kand
| Updated on: Mar 17, 2026 | 12:39 PM
Share

વેરાવળ કોર્ટ દ્વારા વર્ષ 2016માં દલિત યુવાનો પર થયેલા હુમલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે. આ સાથે 5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.  કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આજે કોર્ટે અંતિમ નિર્ણય આપ્યો હતો.

42માંથી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

મળતી માહિતી મુજબ ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કુલ 42 આરોપીઓમાંથી 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં 4 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ વર્ષ 2016માં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત પરિવારના ચાર યુવાનોને ગૌમાંસના આરોપમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

કોર્ટના આ ચુકાદા બાદ કાનૂની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી વકીલના જણાવ્યા મુજબ, આ કેસમાં ન્યાય મળ્યો છે અને આવા ગુનાઓ સામે કડક સંદેશ જાય તે માટે આ સજા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

લાંબા સમયથી ચાલી રહી હતી તપાસ

સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમ, અમદાવાદને સોંપવામાં આવી હતી. આ મામલો વેરાવળ કોર્ટમાં એટ્રો સેશન કેસ નંબર 818 હેઠળ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, અને દોષિતોને સજા ફટકારવામાં આવી છે.

Breaking News : જૂનાગઢ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદનો ઓડિયો આવ્યો સામે, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">