AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જામનગરમાં વેરો ન ભરનાર સામે મનપાની લાલ આંખ, 450 નળ ક્નેક્શન કાપી નાખ્યા

જામનગરમાં મનપાએ મારૂતીનગર વિસ્તારમાં ખાસ અભિયાન હાથ ધરી 450 જેટલા પાણીના નળ કનેક્શન બંધ કરી દીધા છે. આ ઉપરાંત શહેરની અંદાજે 40 સોસાયટીઓમાં 4 હજારથી વધુ મિલકતધારકોએ હજુ સુધી પાણી વેરો અને મિલકત વેરો ભર્યો નથી. મનપાના જણાવ્યા મુજબ, વેરો ન ભરનારાઓને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી

Breaking News: જામનગરમાં વેરો ન ભરનાર સામે મનપાની લાલ આંખ, 450 નળ ક્નેક્શન કાપી નાખ્યા
jamnagar
| Updated on: Mar 17, 2026 | 1:29 PM
Share

જામનગર મહાનગરપાલિકાએ પાણી વેરો અને મિલકત વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી બાકી રહેલા વેરા વસૂલ કરવા માટે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અનેક વખત નોટિસ આપ્યા છતાં કેટલાક મિલકતધારકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી, જેના કારણે હવે સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

450 જેટલા પાણીના નળ કનેક્શન કપાયા

મળતી માહિતી મુજબ જામનગરમાં મનપાએ મારૂતીનગર વિસ્તારમાં ખાસ અભિયાન હાથ ધરી 450 જેટલા પાણીના નળ કનેક્શન બંધ કરી દીધા છે. આ ઉપરાંત શહેરની અંદાજે 40 સોસાયટીઓમાં 4 હજારથી વધુ મિલકતધારકોએ હજુ સુધી પાણી વેરો અને મિલકત વેરો ભર્યો નથી. મનપાના જણાવ્યા મુજબ, વેરો ન ભરનારાઓને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતા હવે સપ્લાય બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે.

મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે

મનપાના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બાકી વેરો ભરવામાં નહીં આવે ત્યાં સુધી પાણી સપ્લાય શરૂ કરવામાં નહીં આવે. જરૂર પડશે તો કાયદેસરની પ્રક્રિયા હેઠળ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મનપાનું કહેવું છે કે શહેરના વિકાસ માટે વેરો ભરવો જરૂરી છે અને બાકીદારો સામે આગળ પણ આવું અભિયાન ચાલુ રહેશે.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ થઈ શકે છે કાર્યવાહી

મનપા દ્વારા આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી થઈ શકે છે. બાકીદાર મિલકતધારકોની યાદી તૈયાર કરી તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે. મનપા કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે દંડ અને કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક બાકી વેરો ભરી દે અને શહેરના વિકાસમાં સહકાર આપે.

Breaking News : ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ, ખેડૂતોને પાક પલળતો બચાવવા સૂચના, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">