AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 દરમિયાન વનડે અને T20 સીરિઝ રમાશે, શેડ્યૂલ જાહેર

IPL 2026 દરમિયાન એક અલગ નજારો જોવા મળશે. આ લીગ વચ્ચે 2 ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમતી જોવા મળશે, બંન્ને ટીમ વચ્ચે વનડે અને ટી20 સીરિઝ રમાશે. જેના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : IPL 2026 દરમિયાન વનડે અને T20 સીરિઝ રમાશે, શેડ્યૂલ જાહેર
| Updated on: Mar 17, 2026 | 9:46 AM
Share

આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થઈ રહી છે. આ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જેમાં દર વર્ષે અનેક ખેલાડીઓને રમવાની તક મળે છે. સામાન્ય રીતે આઈપીએલ દરમિયાન કોઈ પણ મોટા ક્રિકેટ બોર્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન કરતું નથી પરંતુ આ વખતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈપીએલ દરમિયાન સીરિઝ રમવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશની ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ બંન્ને ટીમ વચ્ચે વનડે અને ટી20 સીરિઝ રમાશે. જેના શેડ્યુલની પણ જાહેરાત થઈ ચૂકી છે.

આઈપીએલ 2026 વચ્ચે સીરિઝ રમશે બાંગ્લાદેશ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ ટીમના આગામી પ્રવાસનું શેડ્યુલ જાહેર કર્યું છે. આ વ્હાઈટ બોલ સીરિઝ એપ્રિલ-મે 2026માં રમાશે. જેમાં 3 વનડે ઈન્ટરનેશનલ અને 3 ટી20 ઈન્ટરનેશનલ મેચ સામેલ છે. આની અસર આઈપીએલ પર પડશે નહી. કારણ કે, બાંગ્લાદેશના કોઈ પણ ખેલાડી આઈપીએલમાં ભાગ લઈ રહ્યા નથી. આ માટે ટીમ પોતાની પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. તો ન્યુઝીલેન્ડ પોતાની બી ટીમને પ્રવાસ પર મોકલી શકે છે. કારણ કે, તેના અનેક ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, 13 એપ્રિલના રોજ ન્યુઝીલેન્ડની ટીમ ઢાકા પહોંચશે. સીરિઝની શરુઆત ઓડીઆઈથી થશે. જે પહેલી 2 વનડે ઢાકાના મીરપુરમાં રમાશે. ત્રીજી ચટગાંવમાં રમાશે.ટી20 મેચ પણ બંન્ને શહેરમાં રમાશે. આ સીરિઝ17 એપ્રિલથી શરુ થઈ 2 મે સુધી ચાલશે. બાંગ્લાદેશ હાલમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘરેલું ઓડીઆઈ સીરિઝ 2-1થી જીતી છે અને હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જીતની આશા છે.

ODI સીરિઝનું શેડ્યુલ:

  • પ્રથમ ODI: 17 એપ્રિલ, 2026, મીરપુર (ઢાકા)
  • બીજી ODI: 20 એપ્રિલ, 2026, મીરપુર (ઢાકા)
  • ત્રીજી ODI: 23 એપ્રિલ, 2026,ચટગાંવ

T20I સીરિઝનું શેડ્યુલ :

  • પ્રથમ T20I: 27 એપ્રિલ, 2026, ચટગાંવ
  • બીજી T20I: 29 એપ્રિલ, 2026, ચટગાંવ
  • ત્રીજી T20I: 2 મે, 2026, મીરપુર (ઢાકા)

આ સિવાય બાંગ્લાદેશની મહિલા ટીમ પણ આ દરમિયાન શ્રીલંકાની મહિલા ટીમની મેજબાની કરશે. મહિલા સીરિઝમાં પણ 3 ઓડીઆઈ અને 3 ટી20 મેચ રમાશે. વનડે સીરિઝ મેચ 20,22 અને 25 એપ્રિલના રોજ રાજાશાહીમાં હશે. ત્યારબાદ 28,30 એપ્રિલ અને 2 મેના રોજ સિલહટમાં ટી20 સીરિઝની મેચ રમાશે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
"મને જીવતા જીવ જ મારી નખાયો"-મતદારયાદીમાંથી નામ કમી થતા વૃદ્ધની વેદના
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">