Ahmedabad: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ, આ ત્રણેય આરોપીઓ પર પણ લાગશે ગુજસીટોક
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડની તૈયારી ચાલી રહી છે, આ ત્રણેય આરોપી પકડાઈ ગયા બાદ તેના પર પણ ગુજસીટોકની કમલ ઉમેરી કાર્યવાહી કરવામાં આવશે, અગાઉ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આજે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડની તૈયારી ચાલી રહી છે. આ ત્રણેય આરોપી પકડાઈ ગયા બાદ તેના પર પણ ગુજસીટોકની કમલ ઉમેરી કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આજે ગુજસીટોક દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે 3 આરોપીઓની ધરપકડ થશે તેમના નામ હુસૈન મિસ્ત્રી, મતીન મોદન, અમીન સેતાની છે તેની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હુસૈન મિસ્ત્રીની પોરબંદરમાં સાજણ ઓડેદરાની હત્યાના કાવતરામાં મદદગારીમાં ધરપકડ થશે. મતીન મોદન નામના ધંધૂકાના શખ્સની કિશન ભરવાડ હત્યા કેસમાં ફાઇનાન્સિયલી મદદ કરવાના આરોપમાં ધરપકડ કરાશે જ્યારે અમીન સેતાની રાજકોટમાં હથિયાર આપવાના આરોપમાં ધરપકડ કરાશે. આ ત્રણેય વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ જ કાર્યવાહી થશે.
મૌલવી અયુબ યુવાનોને ફાયરિંગની તાલિમ આપતો હતો
ધંધુકા હત્યા કેસમાં જમાલપુરના મૌલવી અયુબને તેના ઠેકાણા પર લઈ જવાયો હતો જ્યાંથી એરગન મળી હતી. આ બાબતે પુછપરછ કરતાં તે યુવાનોને આ એરગનથી પ્રેક્ટિસ કરાવતો હોવાનું સામે આવ્યું છે. કિશન ભરવાડના હત્યારા શબ્બીરને પણ તેણે હત્યાની પહેલાં સતત 3 દિવસ સુધી પ્રેક્ટિસ કરાવી હોવાનું ખુલ્યું છે. અયુબે આ સિવય પણ ઘણા યુવાનોને તાલિમ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મૌલાના અયુબે લખેલી જજબા-એ-શહાદત પુસ્તકની 1500 જેટલી કોપી છપાવી હતી
અમદાવાદના જમાલપુરમાંથી પકડાયેલા મૌલાના અયુબે જજબા-એ-શહાદત નામનું પુસ્તક લખ્યું છે. તેની 1500 જેટલી કોપીઓ છપાવી હતી. આ કટ્ટરવાદી પુસ્તકો મસ્જિદમાં આવતા તેમજ મૌલાનાના સંપર્કમાં આવેલા યુવાનોને ફ્રીમાં વહેંચવામાં આવીતી હતી. આ પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ કરાયો છે. મૌલાના યુવાનોને પોતાના સંગઠનમાં જોડાવવા બદલ 365 રૂપિયા ફી લેતો હતો.
દિલ્લીથી પકડાયેલ મૌલાના કમર ગની ઉસ્માનીનો ભડકાઉ વીડિયો વાયરલ
કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા કમરગની ઉસ્માનીનો અટકાયત પેહલાનો વિડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કટ્ટરપંથી મુસ્લિમોને ઉશ્કેરતો જોવા મળે છે. આ વીડિયોમાં ઉસ્માની એમ પણ કહે છે કે પોલીસ મારી અટકાયત કરશે, પણ આપણું મિશન ચાલું રાખજો. મુસલમાનોએ ડરવાની જરુર નથી, તેહરીક ફરોગ એ ઇસ્લામ સાથે જોડાયેલ લોકો હિમ્મત હાર્યા વગર મિશન ચાલુ રાખે તેમ પણ કહે છે. તમે વધુ તાકતથી આગળ આવો, અમે જેલમાં રહીએ કે ક્યાય પણ રહીએ, તમે મિશન ચાલું રાખજો. તેણે આ વીડિયોમાં ગુજરાતમા રહેતા મુશ્લિમોને પણ ઉશ્કેરણી કરતી ટિપ્પણી કરી છે.
ઉસ્માની ગુજરાતમાં યુવાનોનું બ્રેનવોશ કરવા આવતો હતો
બનાવ પહેલા મૌલાના કમરગની ઉસ્માની 6 વાર ગુજરાત આવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ, બરોડા અને સુરતમાં રોકાયો હતો જ્યાં કેટલાક યુવાનોને મળીને બ્રેઇન વોશ કર્યું હતું. આરોપી કમરગની રીઢો હોવાથી પુછપરછ યોગ્ય જવાબ આપતો નથી. પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા NIA સહિતની સેન્ટ્રલ એજન્સીઓ પણ આ મામલે તપાસ કરશે. ગુજસીટોકની કલમ ઉમેરાતા હવે આરોપીઓને વિશેષ કોર્ટમાં રજૂ કરાશે.
આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનનું રૂપિયા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, જાણો શહેરમાં ક્યા કેટલો વિકાસ થશે
આ પણ વાંચોઃ Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ