સ્વર કોકિલા અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar)નું રવિવારે (6 ફેબ્રુઆરી) સવારે લાંબી માંદગી બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 29 દિવસ સુધી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સ્થિતિ નાજુક રહી હતી. રાજનીતિ, મનોરંજન અને રમતગમતની તમામ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના અવાજ દ્વારા હંમેશા અમર રહેશે. તેમના અવાજમાં એવો જાદુ હતો કે સાંભળનાર સાંભળતો જ રહી જાય. તેઓએ છેલ્લા કેટલાય દાયકાઓ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પોતાનો અવાજ આપ્યો છે.
લતા મંગેશકરને વર્ષ 2001માં દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન એવોર્ડ’ મળ્યો. 61 વર્ષની વયે ગાયન માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર તેઓ એકમાત્ર ગાયિકા હતા. આવી સ્થિતિમાં ન્યૂઝ એજન્સી ANIએ તે સમયને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. જે સમયે તેમને સર્વોચ્ચ એવોર્ડ ‘ભારત રત્ન’ મળ્યો હતો.
#WATCH Melody queen Lata Mangeshkar awarded the nation’s highest civilian honour, Bharat Ratna in 2001
(ANI Archive) pic.twitter.com/khw3OZTMjG
— ANI (@ANI) February 6, 2022
સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તે વાઈરલ થઈ ગયો, આ સોનેરી દિવસ જોઈને યુઝર્સની આંખો પણ ભીની થઈ ગઈ. આ ક્લિપ સામે આવતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, ‘આજે આપણે વાસ્તવિક ભારત રત્ન ગુમાવ્યું છે, ભગવાન લતા મંગેશકર જીની આત્માને શાંતિ આપે, શાંતિ આપે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘કાલે સૂરજ પણ નીકળશે, કાલે પક્ષીઓ પણ ગાશે, બધા તમને નજર આવશે પણ તમે નહીં જોવા મળો.. આ સિવાય કેટલાક અન્ય યુઝર્સે પણ શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: 1983ના ક્રિકેટ વિશ્વકપ વિજેતા ખેલાડીઓને ઈનામ મળે તે માટે લતાજીએ યોજ્યો હતો ખાસ કોન્સર્ટ, જાણો એ ઘટના વિશે