ADANI WILMAR LISTING : ઈશ્યુ પ્રાઇસ કરતાં 12 રૂપિયા ઉપર લિસ્ટેડ થયો શેર, રોકાણથી તમને કેટલો થયો લાભ?

IPO NSE પર તેની ઇશ્યૂ કિંમત કરતાં રૂ. 12 ઉપર લિસ્ટ થયો છે. અદાણી વિલ્મર(ADANI WILMAR)નો IPO દેશની સૌથી મોટી FMCG કંપનીઓ પૈકીની એક છે.

ADANI WILMAR LISTING : ઈશ્યુ પ્રાઇસ કરતાં 12 રૂપિયા ઉપર લિસ્ટેડ થયો શેર, રોકાણથી તમને કેટલો થયો લાભ?
ADANI WILMAR Q3 RESULTS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:37 AM

અદાણી ગ્રૂપની FMCG (Fast-Moving Consumer Goods) કંપની ADANI WILMAR આજે મંગળવારે શેર માર્કેટમાં લિસ્ટ થઈ છે. IPO NSE પર તેની ઇશ્યૂ કિંમત કરતાં રૂ. 12 ઉપર લિસ્ટ થયો છે. અદાણી વિલ્મરનો IPO દેશની સૌથી મોટી FMCG કંપનીઓ પૈકીની એક છે. જે 27 થી 31 જાન્યુઆરીની વચ્ચે આવ્યો હતો. તેને 17.37 ગણી વધુ બિડ મળી હતી.

તમામ ક્ષેત્રોના રોકાણકારો દ્વારા IPOને સારો પ્રતિસાદ મળ્યો હતો, જો કે તે સમયગાળા દરમિયાન બજારની અસ્થિરતાએ તેને કંઈક અંશે અસર કરી હતી. IPO માટે સૌથી વધુ બિડ બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) ની શ્રેણીમાં આવી હતી જેમણે તેમના ફાળવેલ ક્વોટા કરતાં 56.30 ગણી વધુ બિડ કરી હતી. બીજા ક્રમે શેરહોલ્ડર ક્વોટા હતો જેને 33.33 ગણા વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યા હતા.

અદાણી ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. કંપનીની રચના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત કંપની વિલ્મર સાથે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે. ફોર્ચ્યુન ઓઈલ એ ઘર-ઘરની પસંદગી છે. આ ઉપરાંત કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, જડીબુટ્ટીઓ, પોરીજ, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ ફોર્ચ્યુન બ્રાન્ચ નામથી આવે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક

અદાણી વિલ્મરની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજાર દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઈન્ટ અને 5000 વિતરકો છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ રાઇસ બ્રાન અને વિવો પણ લોન્ચ કર્યા. કંપનીની અન્ય ખાદ્ય તેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરી પણ છે.

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ની સિદ્ધિમાં સતત વધારો થઇ રહ્યો છે. જોત જોતામાં તે મુકેશ અંબાણી(Mukesh Ambani)ને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિ ( Gautam Adani has become Asia’s richest person)બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર તેઓ વિશ્વના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 88.5 બિલિયન ડોલર છે જ્યારે મુકેશ અંબાણી હવે 11માં સ્થાને સરકી ગયા છે.

આ પણ વાંચો : હીરાની ચમકથી લઈ સામ્રાજ્યનાં ઉદય સુધી Gautam Adani એ પાછુ વળીને જોયુ નથી, વાંચો સફળથી લઈ સફળતાની શું રહી ચાવી

આ પણ વાંચો : Share Market : સપ્તાહના બીજા દિવસે શરૂઆતી તેજી બાદ ઘટાડો દેખાયો, Sensex 57,468 સુધી સરક્યો

g clip-path="url(#clip0_868_265)">