IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મેચ શનિવારે રમાઈ હતી. આ દરમિયાન પંજાબ કિંગ્સની રમત શરુઆતમાં મુશ્કેલ જણાતી હતી અને આસાન સ્કોર પર જ અટકી જવાનો અંદાજ લાગી રહ્યો હતો. પરંતુ મધ્ય ઓવર બાદ પંજાબનો ગીયર બદલાયો હતો અને આતશી રમત પંજાબ તરફથી જોવા મળી હતી. જોકે આ દરમિયાન અર્જુન તેંડુલકરની પણ ખુબ ધુલાઈ થઈ હતી. અર્જુનની આ ઓવર ખૂબ જ ચર્ચામાં રહી છે. ઓવરને લઈ સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
પંજાબ કિંગ્સની બેટિંગ ઈનીંગની શરુઆતે જ અર્જુન તેંડુલકરે શાનદાર બોલિંગ કરીને પ્રભાવિત કર્યા હતા. તેની પોતાની બીજી ઓવર પણ જબરદસ્ત રહી હતી અને તેણે મહત્વની વિકેટ ઝડપી હતી. આમ અર્જુન વાહવાહી લુંટી રહ્યો હતો. ત્યાં જ તે અંતિમ ઓવર્સ દરમિયાન ખૂબ રન લુટાવી દેતા સવાલોમાં ઘેરાઈ ગયો હતો. અર્જુને પોતાની બીજી ઓવરમાં પ્રભસિમરનની શાનદાર વિકેટ યોર્કર બોલ વડે મેળવી હતી.
YORKED!
Arjun Tendulkar gets Prabhsimran Singh out with a ripper 🔥🔥
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/W3kIQZ7Xyq
— IndianPremierLeague (@IPL) April 22, 2023
અર્જુનની ઓવર સારી રહી હતી. તેણે સિઝનમાં સંયુક્ત રીતે સૌથી મોંઘી ઓવર નોંઘાવી હતી. તેણે ઓવરમાં 31 રન લુટાવ્યા હતા. 16મી ઓવર માટે રોહિત શર્માએ તેને બોલ આપ્યો હતો. અહીં સેમન કરન અને હરપ્રીત સિંહ ભાટીયાએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ખર્ચાળ ઓવર દરમિયાન સચિન પણ વાનખેડેમાં હાજર હતો અને તેના ચહેરા પર પણ આ સ્થિતીમાં ચહેરો વાંચી શકાતો હતો.
It’s raining sixes in Mumbai 🌧️
Half-century comes up for @PunjabKingsIPL skipper @CurranSM 👏👏#PBKS nearing the 200-run mark now!
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/8ma8iLaP9v
— IndianPremierLeague (@IPL) April 22, 2023
પંજાબ કિગ્સ સામે અર્જુને 3 ઓવર કરી હતી. આ દરમિયાન તેણે 48 રન નોંધાવ્યા હતા. જ્યારે એક જ વિકેટ પોતાના ખાતમાં મેળવી હતી. અર્જુને આ વિકેટ શાનદાર યોર્કર બોલ કરીને ઝડપી હતી. પંજાબ કિંગ્સે અંતિમ પાંચ ઓવરમાં 96 રન નોંધાવ્યા હતા. જેમાંથી અર્જુને 31 રન આપ્યા હતા. અર્જુન સિવાય જોકે કેમરન ગ્રીન અને જોફ્રા આર્ચરની પણ ખૂબ ધુલાઈ થઈ હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:01 pm, Sat, 22 April 23