AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ

જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને સારા પ્રદર્શન છતાં ઓછો પગાર મળી રહ્યો હતો. જોકે, BCCI અધિકારીઓ હવે બંનેના પગારમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે. જલ્દી આ બંને સ્ટાર ખેલાડીઓને તેમન ગ્રેડ કરતા વધુ પગાર મળી શકે છે.

| Updated on: Mar 18, 2026 | 3:52 PM
Share
જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે, એવા અહેવાલો છે કે તેમના પગારમાં વધારો થવાનો છે. BCCI અધિકારીઓમાં આ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે.

1 / 7
અહેવાલો અનુસાર, BCCI ઈચ્છે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A ગ્રેડમાં સામેલ બુમરાહનો પગાર ઓછો ન થાય. બુમરાહ પહેલા A+ ગ્રેડમાં હતો અને તેને ₹7 કરોડ મળતા હતા, પરંતુ BCCI એ A+ ગ્રેડ રદ કરી દીધો છે. જેથી હવે બુમરાહ A ગ્રેડમાં સામેલ છે અને તેને વાર્ષિક ₹5 કરોડ પગાર મળે છે.

2 / 7
BCCI બુમરાહને કેવી રીતે ચૂકવણી કરવી તે અંગે વિચારણા કરી રહ્યું છે. જો BCCI આ ફેરફારો કરે છે, તો તેઓ T20 ટીમના વાઈસ કેપ્ટન અક્ષર પટેલને પણ વધુ પગારની ઓફર કરી શકે છે.

3 / 7
અક્ષર પટેલ ગ્રેડ C માં છે અને માત્ર 1 કરોડ રૂપિયા કમાય છે. અક્ષર પટેલે બે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ અક્ષરના પગાર ઓછા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ હવે BCCI તેનો પગાર વધારી શકે છે.

4 / 7
BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ A માં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

5 / 7
ગ્રેડ B માં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.

6 / 7
ગ્રેડ C માં અક્ષર પટેલ, રિંકુ સિંહ, તિલક વર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડ છે. (PC:PTI/X)

7 / 7

Breaking News : IPL 2026 માં સૌથી નાની અને સૌથી મોટી ઉંમરનો ખેલાડી કોણ? બંને વચ્ચે 30 વર્ષનો તફાવત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">