Travel Tips : ગુજરાતના આ સ્થળે થયા હતા કૃષ્ણ અને રુક્મિણીના લગ્ન, અહી ભરાય છે મોટો મેળો
પોરબંદરના માધવપુર ખાતે ચૈત્ર મહિનાની સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીનો વિવાહ પ્રસંગનો મેળો ભરાય છે. જે આ વર્ષે 6 થી 10 એપ્રિલે યોજાશે. વિવિધ રાજ્યોના સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો જાણો આ માધવપુરના મેળામાં કેવી રીતે પહોંચશો.

માધવપુર ઘેડ ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું દરિયાકાંઠાનું ગામ છે.આ ભુમિ ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. તો ચાલો જાણીએ બસ, ટ્રેન અને ફ્લાઈટ દ્વારા તમે કેવી રીતે માધવપુર પહોંચશો.

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે, 6 થી 10 એપ્રિલ સુધી, ગુજરાતના પોરબંદરમાં માધવપુર મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના દિવ્ય લગ્નની ઉજવણી કરતી સંસ્કૃતિઓનું મનમોહક મિશ્રણ રજૂ કરે છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હતી.

માધવપુરના આ મેળામાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહે છે.આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. કલાકારો આ મેળામાં પોતાની આગવી કલા રજૂ કરે છે. આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.

એક કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનાં દિવસે ભરાતા ભવનાથનો મેળામાંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલા.ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

મેળામાં દર વર્ષે ભગવાન કૃષ્ણની રંગેચેંગે જાન જોડવામાં આવે છે. અને શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે,પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે.

શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. માધવરાયજીનું આ જૂનુ મંદિર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. તમે બસ, ટ્રેન અને ફ્લાઈટ દ્વારા પણ માધવપુર પહોંચી શકો છો.

માધવપુર બીચ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેમ કે પોરબંદર (55 કિમી), સોમનાથ (73 કિમી) અને રાજકોટ (191 કિમી) રોડ દ્વારા જોડાયેલ છે.નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન પોરબંદર છે, જે માધવપુર બીચથી લગભગ 55 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં લગભગ 1 કલાક લાગે છે.સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદરમાં છે,પોરબંદર એરપોર્ટ માધવપુર બીચથી આશરે 58 કિમીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 1 કલાક લાગે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































