સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
ગુજરાતની 'ડાયમંડ સિટી'માંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સુરતના પલસાણા વિસ્તારના ઘલુડા ગામ નજીક આ બનાવ બન્યો છે.
ગુજરાતની ‘ડાયમંડ સિટી’માંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સુરતના પલસાણા વિસ્તારના ઘલુડા ગામ નજીક આ બનાવ બન્યો છે. વાત એમ છે કે, ઘલુડા ગામ નજીકથી ગાંજો ઝડપાયાનો ખુલાસો બહાર આવ્યો છે. ટ્રકમાંથી 67 કિલોથી વધુનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો, 6,50,000 રૂપિયાનો ગાંજો સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે લાગ્યો છે.
આ સમગ્ર મામલાનો ખુલાસો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાં લઇ જવાતો ગાંજો ઝડપી પાડ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, લોખંડના પાઇપની આડમાં ગાંજાની હેરફેર કરવામાં આવતી હતી.
સૂત્રો મુજબથી જાણવા મળ્યું છે કે, અમરેલીના રાહિલ ગંડારીયા નામના શખ્સે ગાંજો મંગાવ્યો હતો અને કોલકાતાથી વિશાલ નામના ઇસમે ગાંજાનો જથ્થો ભરાવ્યો હતો. જો કે, પોલીસે ટ્રક ચાલક, ક્લિનર અને ટ્રક માલિકની અટકાયત કરી હતી. ટ્રક ચાલક અને ક્લિનર કોલકાતા માલ ખાલી કરવા માટે ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે લોખંડના પાઇપની આડમાં ગાંજો ભરીને લાવી રહ્યા હતા.
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
