AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા હતા 'નકલી શેમ્પૂ', લાખોનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતા હતા ‘નકલી શેમ્પૂ’, લાખોનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video

| Updated on: Apr 21, 2025 | 1:07 PM

સુરતના અમરોલી વિસ્તારમાંથી એક નકલી શેમ્પુનો વેપાર ઝડપાયો છે. જાણીતી ઓનલાઈન કંપનીના નામે નકલી શેમ્પુનો વેપાર ચલાવવામાં આવતો હતો. લોકોને એક ઉપર એક શેમ્પુ મળશે તેવી લાલચ આપીને વેપાર કરતા હતા.

ગુજરાતની ‘ડાયમંડ સિટી’માંથી એક ચોંકાવનારું રહસ્ય બહાર આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી એક નકલી શેમ્પુનો વેપાર ઝડપાયો છે. જાણીતી ઓનલાઈન કંપનીના નામે નકલી શેમ્પુનો વેપાર ચલાવવામાં આવતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા 8 વર્ષથી આ વેપાર ચાલી રહ્યો હતો.

સુરતના વરિયાવ ગામના એક ગોડાઉનમાંથી નકલી શેમ્પુનો વેપાર ચલાવવામાં આવતો હતો. હાલ પોલીસ દ્વારા આ ગોડાઉનમાં રેડ પાડવામાં આવી અને શેમ્પુ સહિત 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સામે આવ્યું છે કે, 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે નકલી શેમ્પુ વેચવામાં આવતા હતા. આ સિવાય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, કતારગામના બંને વોન્ટેડની શોધખોળ ચાલી રહી છે. આરોપી અને બંને વોન્ટેડ આંતરરાષ્ટ્રીય કંપનીના નામે ધંધો ચલાવી રહ્યા હતા અને લોકોને એક ઉપર એક શેમ્પુ મળશે તેવી લાલચ આપતા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">