માછલીનું અનોખુ રહસ્ય! આ માછલી જમીનમાં પણ જીવી શકે છે.

22 April 2025

કોણ કહે છે કે, માછલી ફક્ત પાણીમાં જ જીવી શકે? જુઓ આ માછલી જમીનમાં પણ જીવી શકે છે.

માછલી જમીનમાં પણ જીવી શકે

આ માછલી કુદરતની દેન હોય તેવું કહી શકાય. આ માછલીનું નામ 'મડસ્કિપર' છે, જે પાણીની સાથે-સાથે જમીન પર પણ રહી શકે છે.

માછલીનું નામ

આ માછલી ગિલ્સ, ત્વચા, ગળું અને મોં, મ્યુકોસ મેમ્બ્રેન દ્વારા શ્વાસ લઈ શકે છે, જે તેને પાણીની બહાર રહેવાની તાકાત આપે છે.

બહાર રહેવાની તાકાત

આટલું જ નહીં, આ માછલીને મજબૂત પેકટોરલ પાંખ હોય છે જે તદ્દન પગની જેમ જ કામ કરે છે. આના થકી માછલી જમીન પર ચાલી શકે છે અને કૂદી પણ શકે છે.

જમીન પર ચાલી શકે છે

મડસ્કિપર માછલી 12 ઈંચ સુધી વધી શકે છે. જણાવી દઈએ કે, આ માછલી માંસાહારી છે.

માંસાહારી

માછલી નાનકડા જીવજંતુઓ, ક્રસ્ટેશિયન અને નાની માછલીઓને પોતાનો ખોરાક બનાવે છે. 

ખોરાક

આ માછલી માટીમાં સમતલ ક્ષેત્રે પોતાનો ગોખલો બનાવે છે અને ત્યાં જ રહે છે. મડસ્કિપર માછલી તેના ગોખલાની અંદર જ ઈંડા મૂકે છે. 

ગોખલો બનાવે છે