AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળઝાળ ગરમીમાં કાર સહીતના વાહનનું આ રીતે રાખો ધ્યાન, રંગથી લઈને પાર્ટસ સુધી, બધુ જ રહેશે સુરક્ષિત

ઊચુ તાપમાન, દ્વીચક્રી વાહનને વિવિધ પ્રકારે નુકસાન પહોચાડે છે. લાંબા સમય સુધી સીધા તડકાના સંપર્કમાં રહેવાથી કાર અને ટુ-વ્હીલર બંનેને માઠી અસર થાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં તમારે તમારી કાર અને દ્વીચક્રી વાહનનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા વાહનને વધુ કોઈ નુકસાન ના થાય.

કાળઝાળ ગરમીમાં કાર સહીતના વાહનનું આ રીતે રાખો ધ્યાન, રંગથી લઈને પાર્ટસ સુધી, બધુ જ રહેશે સુરક્ષિત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2025 | 2:51 PM
Share

જેમ સમગ્ર જીવસૃષ્ટીને તીવ્ર ગરમીથી રક્ષણની જરૂર પડે છે, તેવી જ રીતે તમારે તમારી કારને પણ આકરા સૂર્યપ્રકાશથી રક્ષણની જરૂર પડે છે. મોટાભાગના તમામ મુખ્ય કાર ઉત્પાદકો ઉનાળા દરમિયાન કારની જાળવણી કરવાની ભલામણ કરે છે. ઉનાળામાં પડતા આકરા તાપને કારણે વાહનો ઝડપથી જૂના થવા લાગે છે. ઉચ્ચ તાપમાનથી, વાહનના વિવિધ ઘટકોને ઝડપથી નુકસાન પહોચાડે છે. લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી કાર અને ટુ-વ્હીલર બંનેને અસર થાય છે. તેથી, ઉનાળાની ઋતુમાં તમારી કારને સુરક્ષિત રાખવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

સલામતી માટે પોલિશ્ડ

ઉનાળાની ઋતુમાં તમારી કારની સલામતી માટે વેક્સિંગ અને પોલિશિંગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જેમ સનસ્ક્રીન આપણી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે, તેમ મીણના પોલીશનું એક સ્તર રંગ અને આંતરિક ધાતુને કઠોર સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. કારની નીચેના ભાગ જેવા પ્લાસ્ટિક પેનલ્સને વધારાની કાળજીની જરૂર પડે છે. નિયમિત પ્લાસ્ટિક પોલિશિંગ તાજો અને નવો દેખાવ જાળવવામાં મદદ કરે છે.

રબરના ઘટકો તપાસો

પ્લાસ્ટિકના ઘટકોની જેમ, રબરના ઘટકો પણ ઉનાળામાં ઝડપથી બગડે છે. તેથી સિઝન શરૂ થાય તે પહેલાં વિન્ડો ચેનલ જેવા રબરના ઘટકો તપાસો અને તેને બદલો. ક્ષતિગ્રસ્ત રબર સીલ, કાર વોશ વખતે અને વરસાદ દરમિયાન પાણીના લીકેજ અને ગંદકીનું મુખ્ય કારણ બને છે.

ટાયરની જાળવણી

કારના ટાયરને રસ્તાની સપાટીથી ગરમી સહન કરવી પડી શકે છે. તેથી, ટાયરની કાળજી ના લેવી જોખમી સાબિત થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને હાઇવે અને એક્સપ્રેસ વે પર ટાયર ફાટી શકે છે. ઉનાળામાં, ટાયરમાં સૂક્ષ્મ તિરાડો વિકસે છે, જે સામાન્ય રીતે દેખાતી નથી. તેથી, હંમેશા ટાયરની ચકાસણી કરતા રહો.

કૂલંટ ટોપ-અપ

તાપમાનને નિયંત્રિત કરવા માટે એન્જિન, એન્જિન ઓઇલ અને કૂલંટ બંને પર આધાર રાખે છે. કૂલંટ ગરમી મર્યાદામાં રહે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે તપાસતા રહો. જો તમને લાગે કે કૂલંટ થોડું પણ ઓછું છે, તો તરત જ તેને ટોપ અપ કરાવો.

કાર કવર અને સનશેડનો ઉપયોગ કરો

જેમ તમે તડકામાં છત્રીનો ઉપયોગ કરો છો, તેવી જ રીતે તમારી કારની સલામતી માટે કવરનો ઉપયોગ કરો. જો તમે તમારી કાર લાંબા સમય સુધી બહાર પાર્ક કરો છો, તો પેઇન્ટ અને ધાતુને યુવી કિરણોથી બચાવવા માટે કાર કવરનો ઉપયોગ કરો.

ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપની, નવા મોડલનુ લોન્ચ, વ્હીકલ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત વગેરે જાણવા માટે તમે અમારા ઓટોમોબાઈલ ટોપિક પર ક્લિક કરો.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">