AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: UPSC સિવિલ સેવા 2024નું પરિણામ જાહેર, ગુજરાતનાં ત્રણ ઉમેદવારો થયા ટોપર્સ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.

Breaking News: UPSC સિવિલ સેવા 2024નું પરિણામ જાહેર, ગુજરાતનાં ત્રણ ઉમેદવારો થયા ટોપર્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2025 | 3:22 PM
Share

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે. જણાવી દઈએ કે, UPSCની પરીક્ષામાં ત્રણ ગુજરાતીઓએ ટોપ કર્યું છે. આ સિવાય UPSCમાં મહિલા ઉમેદવારોએ બાજી મારી છે.

ગુજરાતના ગૌરવશાળી તારલા ગુજરાતના ગૌરવશાળી તારલામાં હર્ષિતા શાહ, માર્ગી શાહ અને સ્મિત પંચાલે બાજી મારી છે.  ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં બીજા ક્રમાંકે છે, જ્યારે માર્ગી શાહ ચોથા ક્રમાંકે આવી છે. બીજી બાજુ, સ્મિત પંચાલે 30મો ક્રમ મેળવ્યો છે. આવું પહેલીવાર બન્યું છે કે,  ગુજરાતના ટોપ 30માં ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હોય. પરિણામ આવ્યા બાદ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ ધૂમ ઉજવણી કરી છે. SPIPAમાં તો સફળ વિદ્યાર્થીઓએ ઢોલ નગારાના તાલે ઉજવણી કરી છે.

જણાવી દઈએ કે, ઇન્ટરવ્યૂ અને મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  આ ઇન્ટરવ્યુ 7 જાન્યુઆરી 2025 થી 17 એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવ્યો હતો. મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2024માં લેવામાં આવી હતી. સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યુમાં કુલ 2845 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

આ રહ્યા UPSC CSE 2024ના 10 ટોપર્સ:

1. શક્તિ દુબે

2. હર્ષિતા શાહ

3. ડોંગરે અર્ચિત પરાગ

4. શાહ માર્ગી ચિરાગ

5. આકાશ ગર્ગ

6. કોમલ પુનિયા

7. આયુષી બંસલ

8. રાજ કૃષ્ણ ઝા

9. આદિત્ય વિક્રમ અગ્રવાલ

10. મયંક ત્રિપાઠી

પરિણામ સાથે કમિશન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, પરિણામ જાહેર થયાના 15 દિવસની અંદર ઉમેદવારોના ગુણ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો ચકાસી શકશે. જ્યારે 2023માં ઇન્ટરવ્યુ 9 એપ્રિલે સમાપ્ત થયો હતો અને પરિણામો 16 એપ્રિલે જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">