PM Mudra Yojana: મહિલાઓના ઉદ્યોગ સાહસિક સપનાને આકાર આપી રહી છે PM મુદ્રા યોજના, જાણો તેના વિશે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારતીય મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરી રહી છે. કોલેટરલ-મુક્ત લોન યોજના દ્વારા, મહિલાઓ નાના વ્યવસાયો શરૂ કરી રહી છે અને આર્થિક રીતે સશક્ત બની રહી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ માત્ર નાણાકીય સહાય નથી, પણ તે એક સશક્તિકરણની ક્રાંતિ છે. આજે ભારતમાં સ્ત્રીઓ માત્ર ઘરની જવાબદારી સુધી સીમિત રહી નથી; હવે તેઓ ઉદ્યોગસાહસિક બની રહી છે, રોજગાર આપી રહી છે અને દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રહી છે.

મુદ્રા યોજના અંતર્ગત કોલેટરલ વિના નાનાં અને માઇક્રો વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને આ યોજનાના લાભાર્થીઓમાં લગભગ 68 ટકા મહિલાઓ છે. તેથી આ યોજના માત્ર નાણાંકીય સહાય ન રહીને, મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ તરફનો માર્ગ બની છે. આ યોજનાની સફળતા એ છે કે અત્યાર સુધીમાં 40.82 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે, જેમાંથી લગભગ 68% લોન મહિલાઓને આપવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે કેવી રીતે આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદરૂપ બની છે.

મહિલાઓ હવે ટેઇલરિંગ યુનિટ, બ્યુટી પાર્લર, ફૂડ સ્ટોલ, કૃષિ-પ્રોસેસિંગ અને નાના રિટેલ બિઝનેસ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી રહી છે. આ પરિવર્તન માત્ર આર્થિક જ નથી, પરંતુ સામાજિક પણ છે – જેથી તેઓને ઘરમાં વધુ નિર્ણયશક્તિ મળે છે, બાળકોની આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ થાય છે અને સમાજમાં તેમનું સ્થાન મજબૂત બને છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો મુખ્ય હેતુ નાના અને માઇક્રો ઉદ્યોગોને નાણાકીય સહાયતા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, મહિલાઓને તેમના પોતાના વ્યવસાય શરૂ કરવા માટે સરળ અને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મુદ્રા યોજના દ્વારા મહિલાઓ નાણાકીય રીતે જાગૃત બની રહી છે, બચત વધારે છે, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાઈ રહી છે અને લાંબા ગાળાની સંપત્તિ સર્જી રહી છે. તેના પરિણામે અનેક ગામડાં અને શહેરોમાં મહિલાઓ દ્વારા રોજગાર સર્જાઈ રહ્યો છે – જે સ્થાનિક સ્તરે એક મલ્ટિપ્લાયર ઇફેક્ટ સર્જે છે.

હવે સમય આવી ગયો છે કે સ્ત્રીઓ માટે ‘ઍક્સેસ’ થી આગળ વધી ‘એક્સેલરેશન’ તરફ પ્રયાણ કરીએ. વધુ મોટું મૂડી રોકાણ, માર્કેટ એક્સેસ અને ડિજિટલ ટ્રેનિંગ જેવા પગલાં લઇને મહિલાઓના વ્યવસાયો ઉંચા સ્તરે લઈ જવાને સમર્થન મળવું જોઈએ.

એક મહિલા જ્યારે ઉદ્યોગ શરૂ કરે છે, ત્યારે એ માત્ર કમાણી જ નહિ પરંતુ – બચત પણ કરે છે, શિક્ષણ આપે છે અને સમગ્ર સમુદાયને ઉગારે છે. આ એજન્સીનો અસલ અર્થ છે – અને આ છે ભારતની શાંત પરંતુ શક્તિશાળી મહિલા ક્રાંતિ છે. મુદ્રા લોન મેળવવા માટે, અરજદારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વ્યવસાય સંબંધિત દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં અરજી કરવી પડે છે. કેટલીક બેંકો ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ આપે છે. લોનની મંજૂરી પછી, રકમ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. (All Image - Canva)
‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે. સરકારી યોજનાની વિવિધ જાણકારી માટે અહીં ક્લિક કરો..

































































