AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs GT, IPL 2025: ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને તેના જ ઘરમાં 39 રનથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2025 | 11:22 PM
Share

આજે 21 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

KKR vs GT, IPL 2025: ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને તેના જ ઘરમાં 39 રનથી હરાવ્યું
KKR vs GT

આજે 21 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Apr 2025 11:21 PM (IST)

    ગુજરાતે કોલકાતાને હરાવ્યું

    ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને તેના જ ઘરમાં 39 રનથી હરાવ્યું

  • 21 Apr 2025 11:16 PM (IST)

    બેક ટુ બેક ઝટકા

    કોલકાતા નાઈટ રાઈડર્સને બેક ટુ બેક ઝટકા, રમનદીપ બાદ મોઈન અલી સસ્તામાં આઉટ

  • 21 Apr 2025 10:53 PM (IST)

    રસેલ 21 રન બનાવી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમો ઝટકો, આન્દ્રે રસેલ 21 રન બનાવી થયો આઉટ. રશીદ ખાને લીધી વિકેટ

  • 21 Apr 2025 10:43 PM (IST)

    રહાણે ફિફ્ટી ફટકારી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ઝટકો, કેપ્ટન અજિંક્ય રહાણે ફિફ્ટી ફટકારી થયો આઉટ

  • 21 Apr 2025 10:09 PM (IST)

    નારાયણ 17 રન બનાવી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, સુનિલ નારાયણ 17 રન બનાવી થયો આઉટ, રશીદ ખાને લીધી વિકેટ, ગુજરાતને અપાવી બીજી સફળતા

  • 21 Apr 2025 09:35 PM (IST)

    KKRને પહેલો ઝટકો

    કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, રહેમાનુલ્લાહ ગુરબાઝ 1 રન બનાવી થયો આઉટ, મોહમ્મદ સિરાજે લીધી વિકેટ

  • 21 Apr 2025 09:11 PM (IST)

    KKR ને જીતવા 199 નો ટાર્ગેટ

    ગુજરાત ટાઈટન્સને કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા 199 રનનો આપ્યો ટાર્ગેટ

  • 21 Apr 2025 09:03 PM (IST)

    રાહુલ તેવટિયા 0 પર આઉટ

    ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, રાહુલ તેવટિયા 0 પર થયો આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ

  • 21 Apr 2025 08:58 PM (IST)

    શુભમન 10 રન માટે સદી ચૂકી ગયો

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, શુભમન ગિલ 90 રન બનાવી થયો આઉટ, શુભમન 10 રન માટે સદી ચૂકી ગયો, વૈભવ અરોરાએ લીધી વિકેટ, રિંકુ સિંહે લીધો જોરદાર કેચ

  • 21 Apr 2025 08:29 PM (IST)

    ગુજરાતને પહેલો ઝટકો

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, ફિફ્ટી ફટકારી સાઈ સુદર્શન આઉટ, આન્દ્રે રસેલે લીધી વિકેટ,  114 રનની જોરદાર ઓપનિંગ પાર્ટનરશીપનો 13 મી ઓવરમાં અંત આવ્યો

  • 21 Apr 2025 08:23 PM (IST)

    સાઈ સુદર્શનની ફિફ્ટી

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 ને પાર, સાઈ સુદર્શનની ફિફ્ટી, સાઈ સુદર્શને 34 બોલમાં અર્ધ સદી પૂરી કરી, હર્ષિત રાણાની ઓવરમાં સાઈ સુદર્શને જોરદાર સિક્સર ફટકારી

  • 21 Apr 2025 08:20 PM (IST)

    શુભમનની ફિફ્ટી

    ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલની દમદાર ફિફ્ટી, 34 બોલમાં ફટકારી ફિફ્ટી

  • 21 Apr 2025 08:00 PM (IST)

    GT 50 ને પાર

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર, શુભમન ગિલ અને સાઈ સુદર્શનની મજબૂત બેટિંગ, મોઈન અલીની ઓવરમાં શુભમન ગિલે બે સિક્સર અને એક ફોર ફટકારી

  • 21 Apr 2025 07:38 PM (IST)

    ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    સાઈ સુદર્શન, શુભમન ગિલ, જોસ બટલર, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, શાહરુખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજ.

  • 21 Apr 2025 07:37 PM (IST)

    KKR ની પ્લેઇંગ ઇલેવન

    રહેમાનુલ્લા ગુરબાઝ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.

  • 21 Apr 2025 07:22 PM (IST)

    KKR જીત્યું ટોસ, GT બેટિંગ ફર્સ્ટ

    કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીત્યો, ગુજરાતની ટીમ પહેલા બેટિંગ કરશે

  • 21 Apr 2025 06:08 PM (IST)

    સુરેન્દ્રનગરના લીંબડી જૈન દેરાસર પાસે ધોળા દિવસે જ્વેલર્સમાં ચલાવાઈ લૂંટ

    સુરેન્દ્રનગરના લીંબડી જૈન દેરાસર પાસે આવેલ જ્વેલર્સની દુકાનમાં ધોળે દહાડે લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે. મિલન જવેલર્સ નામની દુકાનમાં અંદાજે 3 અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને સોની વેપારીને મારમારી લૂંટ ચલાવી હતી. સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત સોની વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 21 Apr 2025 06:06 PM (IST)

    ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત, ચણા માટે 3.36 લાખ અને રાયડા માટે 1.18 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

    કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રંસગે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

  • 21 Apr 2025 06:03 PM (IST)

    Junagadh : 8 શખ્સ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

    જૂનાગઢ પોલીસ દ્વારા સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  8 શખ્સ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.  ઉદય દવે, વિપુલ સુત્રેજા અને અજય કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધીરેન કારિયા, સમીર કોડિયાતર, ભાવેશ બંધીયા, કિરીટ છેલાણા અને ભુપત કોડિયાતર હજુ ફરાર છે. છેલ્લા 10 વર્ષમાં તમામે યેન કેન સાથે મળી વિવિધ ગુન્હાઓ આચર્યા હોવા અંગે કાર્યવાહી કરાઈ છે. જેમાં લૂંટ, ખૂન, મારામારી સહીતના વિવિધ ગુન્હાઓ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે.

  • 21 Apr 2025 04:46 PM (IST)

    Ahmedabad : સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગ્લામાં દારુની મહેફિલ સાથે IPL મેચ પર સટ્ટો રમાડનારા 7 ઝડપાયા

    Ahmedabad : સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગલોમાં પોલીસે દરોડા પાડીને દારુની મહેફિલ માણવાની સાથે આઈપીએલ મેચ પર સટ્ટો રમતા લોકોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે બંગલામાં દારૂની મહેફિલ સાથે આઈપીએલ મેચ પર સટ્ટો રમાતો હતો. સમગ્ર કેસમાં ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. 2.90 લાખમાં 13 મોબાઈલ ફોન, 5 વાહનો, ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બંગલા માંથી 26 દારૂનો બોટલો અને 4 બિયરના ટીન પણ મળી આવ્યા છે. બંગલામાંથી 33 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલાઓમાં સહદેવસિંહ ઝાલા, હિરેન માંકડીયા, વીરલ અગ્રાવત, પ્રતાપ સિંધવ, પૂર્વરાજસિંહ વાઘેલા, હરપાલસિંહ વાઘેલા, સંગ્રામસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે.

  • 21 Apr 2025 04:02 PM (IST)

    Rajkot : ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી

    રાજકોટ પોલીસે ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતાં સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા બે ઇન્ફ્લુએન્સર પર કાર્યવાહી કરવામાં આવી છે. દિપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બંન્ને ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન કરતા હતા. વરલી મટકાં અને બેટિંગ કરવાની ગેમ રમાડવા માટેની વેબસાઇટનું પ્રમોશન કરતા હતા. બંન્ને ઇન્ફ્લુએન્સરને ઓનલાઇન ગેમના પ્રમોશન માટે લાખો રૂપિયાનું કમિશન મળતુ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

  • 21 Apr 2025 03:18 PM (IST)

    Ahmedabad: રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાના પત્ની છેતરાયા, ચાંદખેડા પોલીસ મથકે 18 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

    Ahmedabad: ગુજરાતના રિટાયર્ડ આઈપીએસના પત્ની સાથે  છેતરપિંડીનો બનાવ બન્યો છે. ડ્રાઈવર જમીન વેચાણના નામે 18 લાખ રૂપિયા લઈ નાસી ગયો છે. આઈપીએસ અધિકારીના પત્નીએ જમીન દલાલનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો હતો. શીલજમાં જમીન વેચવાની છે કહીને 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. પૈસા લીધા બાદ ડ્રાઇવર ગોળ-ગોળ વાતો કરતો હતો. IPS અધિકારીના પત્નીએ જમીન દલાલ સાથે વાત કરતા સમગ્ર હકીકત સામે આવી. ડ્રાઈવરે જમીન માટે કોઈ પૈસા ન આપ્યા હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવર વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

  • 21 Apr 2025 03:09 PM (IST)

    Ahmedabad : ધોળકા શહેરમાં એક પોલીસ કર્મી દાદાગીરી આવી સામે

    અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરની ગુંદરા વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા, 12 વર્ષના નાના બાળકને જાહેરમાં માર મારવાનીની ઘટના સામે આવી છે. સ્થાનિકોએઓ આક્ષેપ કર્યો છે કે, સીવીલ ડ્રેસમાં પોલીસ કર્મીએ નશાની હાલતમાં એક બાર વર્ષના છોકરાને માર માર્યો હતો. સ્થાનિક બીપીનભાઈ એકટીવા લઈને ત્યાથી પસાર થતા હતા તે દરમ્યાન છોકરા ને કેમ મારો છો તેવું પુછતા પોલીસ કર્મી નશાની હાલતમાં બીપીનભાઈને પણ માર મારવા લાગ્યો હતો. બીપીનભાઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ માટે સારવાર અર્થે દાખલ કરાયા છે. ફરીયાદી દ્વારા રાત્રે ધોળકા પોલીસ મથકે પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. એસ.પી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

  • 21 Apr 2025 02:53 PM (IST)

    પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો

    પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું, “પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના છે. પોપને વિશ્વભરના લાખો લોકો, એક ભાવના અને સંવેદનાના પ્રતીક તરીકે હંમેશા યાદ રાખશે. નાની ઉંમરે, તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી અને તેમના આત્માને શાંતિ મળે.

  • 21 Apr 2025 02:46 PM (IST)

    Surat : મહિધરપુરા વિસ્તારમાં 3 યુવકે ભેગા થઈને એકને આપી તાલિબાની સજા !

    ત્રણ યુવકે ટ્રેનમાંથી એક યુવકને નીચે ઉતારીને બેરહમીથી ફટકાર્યો હતો. 22 વર્ષીય અફઝલઅલી સૈયદને બેરહેમીથી માર માર્યો હતો. શોએબ બિલ્ડર, શોયબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ ભેગા મળીને અફઝલઅલી સૈયદને માર માર્યો. આ યુવકને માર મારવાનો વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, મહિધરપુરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

  • 21 Apr 2025 02:40 PM (IST)

    અરવલ્લી: માલપુર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત

    અરવલ્લી: માલપુર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત થયા. ટ્રકચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર પલટી જતા અકસ્માત થયો. મેઘરજના બાઠીવાડા ગામના સાત શ્રમિક  ટ્રેક્ટરમાં સવાર હતા. એક વ્યક્તિને ગંભીર અને અન્ય છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

  • 21 Apr 2025 01:41 PM (IST)

    પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન

    પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીમાં અવસાન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. ફ્રાન્સિસને તાજેતરમાં ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચાર વેટિકન સિટીથી આપવામાં આવ્યા છે. ફ્રાન્સિસ 88 વર્ષના હતા. એક દિવસ પહેલા જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર પછી, વિશ્વભરના 1.4 અબજ કેથોલિકો શોકમાં ડૂબી ગયા છે.

  • 21 Apr 2025 01:23 PM (IST)

    વડોદરાઃ ધ્વનિ પ્રદૂષણ ફેલવાતા વાહનો સામે કાર્યવાહી

    વડોદરાઃ ધ્વનિ પ્રદૂષણ ફેલવાતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 122 બાઇકચાલકોને ચલણ આપી દંડ કરાયો. 108 મોડીફાઇડ સાઇલેન્સરનો પોલીસે નાશ કર્યો. બુલડોઝર ફેરવી ધ્વનિ પ્રદૂષણ ફેલવાતા સાઈલેન્સરનો નાશ કરાયો.

  • 21 Apr 2025 01:03 PM (IST)

    સુરતઃ મહિધરપુરામાં યુવકને મરાયો ઢોર માર

    સુરતઃ મહિધરપુરામાં યુવકને ઢોર માર મરાયો. ત્રણ યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહમીથી માર માર્યો. 22 વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ પીટાઈ કરી. વીડિયો વાયરલ થતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી. મહિધરપુરા પોલીસે શોએબ પઠાણ નામના શખ્સની કરી ધરપકડ

  • 21 Apr 2025 11:38 AM (IST)

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્લીની મુલાકાતે

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્લીની મુલાકાતે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હી ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે તેઓ મુલાકાત કરી શકે છે. ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા CMની દિલ્લી મુલાકાત સૂચક છે.

  • 21 Apr 2025 11:37 AM (IST)

    સુરતઃ ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધુ ચારની ધરપકડ

    સુરતઃ ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ સેલે વધુ 4 આરોપીને અમદાવાદથી ઝડપ્યા છે. સિનિયર સિટીઝન સાથે 1 કરોડ 5 લાખની છેતરપિંડી કરી હતી. RBIના નામે ફોન કરી વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. 2 આરોપીએ પોતાના બેંક એકાઉન્ટ ઠગબાજોને આપ્યા હતા.

  • 21 Apr 2025 10:51 AM (IST)

    રાજ્યમાં અકસ્માતોની વણઝાર 3 અકસ્માતમાં 5 લોકોના મોત

    રાજ્યમાં અકસ્માતોની વણઝાર 3 અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.  મહેસાણાં અને વડોદરામાં 2 -2 ના મોત થયા છે. તો સુરતમાં ટ્રકની અડફેટે એકનું મોત થયુ છે.

  • 21 Apr 2025 09:34 AM (IST)

    રાજકોટ: ભર ઉનાળે શિયાળા જેવો માહોલ છવાયો

    રાજકોટ: જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે શિયાળા જેવો માહોલ છવાયો છે. લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ જોવા મળી રહ્યુ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બેવડી ઋતુના કારણે સવારે ઠંડી બપોરે ગરમી છે.

  • 21 Apr 2025 08:57 AM (IST)

    જૂનાગઢ: 8 શખ્સો સામે ગુજસીટોકની ફરિયાદ

    જૂનાગઢ: 8 શખ્સો સામે ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુખ્યાત આરોપી ધીરેન કારિયા સહિત 8 સામે ફરિયાદ દાખલ કરાઇ છે. આરોપીઓ સામે LCBએ ફરિયાદ દાખલ કરી. વધુ તપાસ DySP હિતેશ ધાંધલ્યાને સોંપાઇ છે. આરોપીઓને પકડવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.

  • 21 Apr 2025 07:32 AM (IST)

    અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

    અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો છે. અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે અકસ્માત સર્જાયો છે. ચાલકે કાબુ ગુમાવતા પાન પાર્લરમાં કાર ઘૂસી. અકસ્માતમાં 16 વર્ષની કિશોરી અને યુવકને ગંભીર ઈજા પહોંચી છે. કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શારદાબેન હોસ્પિટલ ખસેડાઈ. અકસ્માતની ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ છે.  પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 21 Apr 2025 07:30 AM (IST)

    જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં ભૂસ્ખલનમાં ફસાયા 50 ગુજરાતી

    જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં ભૂસ્ખલનમાં 50 ગુજરાતી ફસાયા છે. ફસાયેલામાં બનાસકાંઠા અને ગાંધીનગરના લોકોનો સમાવેશ છે. બનાસકાંઠા કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો. રામબન કલેક્ટર સાથે પણ બનાસકાંઠા કલેક્ટરે વાતચીત કરી. ગુજરાતી પ્રવાસીઓ શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા. ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનો કલેક્ટરનો દાવો છે. તમામ મુસાફરોને નજીકના કેમ્પમાં લઈ જવાયા.

Published On - Apr 21,2025 7:28 AM

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">