સરકારી યોજનાઓ

સરકારી યોજનાઓ

‘કલ્યાણકારી રાજ્ય’ની ભાવનાને ધ્યાનમાં રાખીને દેશની દરેક સરકાર અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. ઉદાહરણ તરીકે, દેશના સામાન્ય લોકોની સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે ‘આયુષ્માન ભારત’ યોજના શરૂ કરી છે.

ખેડૂતોના પાકને મોસમી આફતોથી બચાવવા માટે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાવવામાં આવી છે. દેશના લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’ લાગુ કરવામાં આવી છે.

સ્વચ્છ રસોઈ ઇંધણ દેશના કરોડો લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ શરૂ કરી છે. દેશના દરેક નાગરિકનું બેંક ખાતું ખોલવા માટે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે.

Read More

હવે સરકાર કરશે દેશના વડીલોની ચિંતા, આયુષ્માન યોજનાને લઈ સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો A ટુ Z વિગત

લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સરકાર દ્વારા અનેક એવા પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુ એક ખુશખબરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.

સુકન્યા, PPF જેવી યોજનાઓ પર લોકોને મળશે મોટી ભેટ ! મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

ચૂંટણી પરિણામ બાદ નવી સરકારની રચના પછી પ્રથમ વખત, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઈ શકે તેવી શકયતા છે. 

LPG Cylinder Price : આગામી 9 મહિના સુધી તમને આટલા રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર, નવી સરકારમાં પણ મળશે ભેટ!

આ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે.

Post Office : ભારતમાં નવો પોસ્ટલ કાયદો લાગુ, સરકારી યોજનાઓનો લાભ હવે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે

પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 બિઝનેસ કરવામાં સરળતા અને જીવનની સરળતા માટે પત્રોના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણ માટેના વિશેષ વિશેષાધિકારો જેવી જોગવાઈઓને નાબૂદ કરે છે. મહત્તમ શાસન અને લઘુત્તમ સરકારની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કાયદામાં કોઈ શિક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી નથી.

પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે ‘અમ્મા જી’ જેવા નાટક ન કરતા, થઇ શકે છે જેલ!

'અમ્મા જી' જેવા નાટક કરશો તો થશે જેલ!પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના ગરીબોને તેમના પોતાના ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. જો કે, આ માટે કેટલીક શરતો અને નિયમો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

લગ્ન કરવા માટે સરકાર આપશે 51 હજાર રૂપિયા, જાણો આ યોજના વિશે

કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ તેમના રાજ્યોના નાગરિકો માટે અલગ યોજનાઓ ચલાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના. ગરીબ જરૂરિયાતમંદ લોકોને આ સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે. ત્યારે આવી જ એક યોજના છે, જેમાં લગ્ન કરવા માટે સરકાર 51 હજારની સહાય આપે છે.

દરેક લોકો માટે કામનું, જાણી લો કઈ બીમારીઓ Health Insurance માં કવર થતી નથી

ઘણા લોકો મોટા સારવારના ખર્ચને ટાળવા માટે Health Insurance Policy લે છે, પરંતુ કેટલાક એવા રોગો છે જેની સારવાર Health Insurance હેઠળ કરવામાં આવતી નથી.

ગુજરાતની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક સહાય પૂરી પાડવા સરકારે લોન્ચ કરી “નમો લક્ષ્મી યોજના”, જાણો વિગત

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી "નમો લક્ષ્મી યોજના" અમલમાં મૂકાઇ. મહત્વનું છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા માટે મહત્વનું પગલું લીધું છે.

શું છે PM આવાસ યોજના? જે યોજના હેઠળ સરકાર 3 કરોડ નવા મકાનો બનાવવા જઈ રહી છે

મોદીની આગેવાની હેઠળની પ્રથમ કેબિનેટ બેઠકમાં 3 કરોડ નવા મકાનો બનાવવા પર સહમતિ બની છે. સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જે લોકો આ યોજના હેઠળ પાત્ર છે તેમને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. ચાલો સમજીએ કે PM આવાસ યોજના શું છે? અને આ અંતર્ગત ઘર બનાવવા માટે સરકાર પાસેથી આર્થિક મદદ કોણ લઈ શકે? અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
g clip-path="url(#clip0_868_265)">