ઇન્સ્ટાગ્રામનું આ દમદાર ફીચર યુઝર્સને મોજ કરાવશે
ઇન્સ્ટાગ્રામનું ધાંસુ ફીચર હવે તમારા ફીડને વધુ આકર્ષક બનાવશે. તમારા ઇન્ટરેસ્ટને પકડી પાડશે અને એને લગતી રીલ્સ બતાવશે.

ઇન્સ્ટાગ્રામ પર દિવસેને દિવસે ટૂલ્સ અને ફીચરને લઈને કઇંકને કઇંક અપડેટ આવે છે, એવામાં ઇન્સ્ટાગ્રામે વધુ એક નવું ફીચર એપ્લિકેશનમાં ઉમેર્યું છે.

ફીચરની વાત કરીએ તો, ફીચરનું નામ 'બ્લેન્ડ' છે. આ ફીચરથી યુઝર એક્સપિરિયન્સ વધશે. આ ફીચર ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે કે, જેઓ તેમના મિત્રોને રીલ્સ શેર કરે છે.

બ્લેન્ડ એક એવું ફીચર છે કે, જેના થકી તમે અને તમારા મિત્ર એકસાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ શકો છો. આ ફીચર તમને અને તમારા મિત્રને કેવી રીલ જોવી ગમે છે તેના આધારે રીલ્સ બતાવશે.

જેમ કે તમને રમૂજી રીલ ગમે છે અને તમારા મિત્રને સિંગિંગની રીલ ગમે છે, તો બ્લેન્ડ ફીચર તમારી ફીડમાં સિંગિંગ અને રમૂજ રીલને લગતો જ કોન્ટેન્ટ બતાવશે.

આ ફીચરથી તમે તમારા મિત્રને 'બ્લેન્ડ ઇન્વાઇટ' મોકલી શકો છો. હવે જ્યારે તે ઇન્વાઇટ સ્વીકારશે ત્યારે તમારા માટે એક સ્પેશિયલ ફીડ બનશે. આ ફીડમાં તમે બંને તમારી મનગમતી રીલ્સ જોઈ શકો છો.

બ્લેન્ડ ફીચરથી ઇન્સ્ટાગ્રામ એક્સપિરિયન્સ ખાસ બનશે. બીજું કે, તમે બ્લેન્ડ ફીચરમાં રીલ જોતી વખતે ચેટિંગ પણ કરી શકો છો. બ્લેન્ડ ફીડથી તમને ચેટ કરવાનું એક્સેસ મળી જશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































