હેલ્થથી લઈને આંતકવાદ સુધી, ચર્ચા માટે PM મોદીએ કરી અમેરિકાના આ નિષ્ણાંતો સાથે મુલાકાત, જુઓ Photos
PM મોદી 20 જૂનની રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પછી પીએમ અમેરિકામાં રહેતા ભારતીયોને મળ્યા બાદ એરપોર્ટથી રવાના થયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જામી હતી.

ભારતીય વડાપ્રધાન મોદી હાલ USની મુલાકાતે છે. ત્યારે તેમણે શરૂઆત ત્યાંના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરીને કરી છે. PM મોદી 20 જૂનની રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પછી પીએમ અમેરિકામાં રહેતા ભારતીયોને મળ્યા બાદ એરપોર્ટથી નીકળ્યા હતા. તેમની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જામી હતી.

આરોગ્ય ક્ષેત્રે ઘણા પડકારો છે. ત્યારે પીએમ મોદીની અમેરિકામાં નિષ્ણાતો સાથેની બેઠક દરમિયાન ભારતમાં સ્વાસ્થ્ય માળખાને ઝડપથી કેવી રીતે આગળ વધારવું તે અંગે ચર્ચા કરાય હતી. ત્યાં પીએમએ જણાવવામાં આવ્યું હતું કે નવી ટેક્નોલોજી સાથે ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડો.પીટર એગ્રે, ડો.લોટન રોબર્ટ બર્ન્સ, ડો.સ્ટીફન ક્લાસ્કો, ડો.પીટર હોટેઝ, ડો.સુનીલ એ. ડેવિડ અને ડૉ. વિવિયન એસ. લીએ ભાગ લીધો હતો.

આરોગ્ય ક્ષેત્ર હંમેશા પ્રશ્નો રહ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચ્યો હતો. અમેરિકા, બ્રિટન જેવા મોટા દેશો જેમના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાખલા આપવામાં આવ્યા હતા, તે દેશો પણ કંઈ કરી શક્યા નથી. ત્યારે તે સમયે ભારત તેનો મજબૂતીથી સામનો કર્યો હતો. પીએમ મોદીએ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. ભારતનું માળખું કેવી રીતે મજબૂત કરવું તે અંગે ચર્ચા થઈ હતી. PM એ જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં કઈ રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીએ અમેરિકામાં હાજર થિંક ટેંકના નિષ્ણાતોને પણ મળ્યા હતા. આ દરમિયાન આર્થિક સ્થિતિ, આતંકવાદ, ભૂ-રાજનીતિ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મીટીંગમાં માઈકલ ફ્રોમેન, ડેનિયલ રસેલ, ડો. મેક્સ અબ્રાહમ, જેફ એમ. સ્મિથ, શ્રી એલ્બ્રિજ કોલ્બી, ગુરુ સોલે હાજર રહ્યા હતા.

આરોગ્ય ક્ષેત્ર હંમેશા પ્રશ્નો રહ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચ્યો હતો. અમેરિકા, બ્રિટન જેવા મોટા દેશો જેમના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાખલા આપવામાં આવ્યા હતા, તે દેશો પણ કંઈ કરી શક્યા નથી. ત્યારે તે સમયે ભારત તેનો મજબૂતીથી સામનો કર્યો હતો. પીએમ મોદીએ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. ભારતનું માળખું કેવી રીતે મજબૂત કરવું તે અંગે ચર્ચા થઈ હતી. PM એ જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં કઈ રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે.

શિક્ષણ અને આરોગ્ય એ કોઈપણ દેશનો પાયો છે. પીએમ મોદીની પ્રાથમિકતાઓમાં આ બે ક્ષેત્રો સૌથી મહત્વપૂર્ણ હતા. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા આ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે વાત કરી. ન્યુયોર્ક સિટીમાં, PM એ શિક્ષણવિદોના જૂથ સાથે વિગતવાર વાર્તાલાપ કર્યો. તેમણે નવીનતા અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવાના માર્ગો અને વિચારો સૂચવ્યા. પીએમએ તેમને તેમની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે પણ જણાવ્યું.