1 કે 2 નહીં, અરવિંદ કેજરીવાલ સહિત જેલમાં જઇ આવનારા AAPના નેતાઓની યાદી છે મોટી, જાણો હવે કોનો વારો
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ સીએમ આવાસ પર પહોંચી હતી અને બાદમાં તેની ધરપકડ કરી હતી.જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની એક્સાઈઝ પોલિસી, મની લોન્ડરિંગ અને લાંચ વગેરે કેસમાં ધરપકડ થઇ છે. ઘણા નેતાઓ જેલમાં છે અને ઘણા જામીન પર બહાર હોવાની લાંબી યાદી છે.
Most Read Stories