AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના સિવાની નામના ગામમાં થયો હતો. IIT ખડકપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેણે એક ખાનગી કંપનીમાં નોકરી કરી. દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું મન બનાવી લીધું અને નોકરી છોડીને તૈયારી શરૂ કરી.

તેમણે 1993માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય મહેસૂલ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. દેશમાં માહિતી અધિકારીને લાગુ કરવામાં કેજરીવાલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે વર્ષ 2006માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.

નોકરી છોડ્યા બાદ કેજરીવાલ સમાજસેવક અણ્ણા હજારેને મળ્યા હતા. આ પછી તેમણે અન્ના હજારે સાથે મળીને લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કર્યું. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન આંદોલન દ્વારા કેજરીવાલને દેશભરમાં ઓળખ મળી. અહીંથી જ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. વર્ષ 2012માં કેજરીવાલે આમ આદમી પાર્ટી નામની રાજકીય પાર્ટી બનાવી હતી.

2013માં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આ સરકાર માત્ર 49 દિવસ ચાલી. 2015માં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી અને કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. 2020માં ફરી ચૂંટણી જીતીને તેઓ મુખ્યમંત્રી બન્યા. 2025ની ચૂંટણીમાં તેઓ હાર્યા, એટલુ જ નહીં તેમનો પક્ષ આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં ભાજપની સામે હાર્યો. ભાજપે 27 વર્ષ બાદ સત્તા પુનઃ પ્રાપ્ત કરી.

Read More

Breaking News : પંજાબ મંત્રી સંજીવ અરોરા પર ફરી EDના દરોડા, કેજરીવાલે ભાજપ પર દબાણની રાજનીતિનો લગાવ્યો આરોપ

ED એ નવા મની લોન્ડરિંગ કેસમાં પંજાબના મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાન અને તેની સાથે જોડાયેલા પરિસરમાં નવેસરથી દરોડા પાડ્યા. આ કાર્યવાહીથી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સાથે AAP સરકારના રાજકીય સંઘર્ષને વધુ તીવ્ર બનાવ્યો છે.

Breaking News: સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આટલી બેઠક પર આમ આદમી પાર્ટીએ મેળવ્યો વિજય!

26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું, આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે તેમાં આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે.

Junagadh: AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ, પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા દેખાયા, જુઓ Video

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પ્રચાર શાંત થયા છે. આવતી કાલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેના પરિણામ 28મી એપ્રિલ 2026ના રોજ રહેશે.

Breaking News: કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરદાર પ્રચાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડોર-ટૂ-ડોર પ્રચાર કરી રહ્યા હતા તો ઘણા લોકો સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.

Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.

Breaking News : અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેરસભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા આપ્યું વચન

અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરગઢ ગામના પાટીયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલે, ઈકો સેન્સેટીવ ઝોન, માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન જેવા મુદ્દે ગુજરાત સરકાર પર પસ્તાળ પાડી હતી.

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ 460 ઉમેદવારોની યાદી જાહેર કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની યાદી જાહેર કરી છે.AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે.પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર છે.

Breaking News : શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યુ- પુરાવાનો અભાવ છે

રાઉસ એવન્યુ કોર્ટે આજે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં પોતાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો સીધી રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટી રાહત આપે છે. કોર્ટે મનીષ સિસોદિયાને એક્સાઇઝ કેસમાં નિર્દોષ જાહેર કર્યા. પોતાના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આખા કેસમાં કોઈ કાવતરું નહોતું.

Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.

Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">